ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સ્થિરતામાં Jioનું ક્વાર્ટરમાં RMS ૨૩% - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સ્થિરતામાં Jioનું ક્વાર્ટરમાં RMS ૨૩%

ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સ્થિરતામાં Jioનું ક્વાર્ટરમાં RMS ૨૩%

 | 1:01 am IST

સેક્ટર વોચઃ આશુતોષ દેસાઇ

RAI દ્વારા ગત સપ્તાહ પહેલાંના સમયમાં વર્ષ ૨૦૧૯ના પહેલાં ક્વાર્ટરના વાયરલેસ ગ્રોસ રેવન્યૂ અને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂના ડેટા બહાર પાડવામાં આવ્યા હતાં. બજારની ધારણા હતી કે ક્વાર્ટર્લી કમ્પેરિઝન પ્રમાણે એગ્રીગેટ વાયરલેસ એવન્યૂ ૨% જેટલો એટલે કે આશરે ૩૫૨ બિલિયનનો વધારો નોંધાવી શકે. પરંતુ, ઈન્ડસ્ટ્રીની એક માત્ર કંપની રિલાયન્સ જિયો દ્વારા જ ૧૪%નો વધારો નોંધાવવામાં આવ્યો અને બજાર માટે આ આંકડાઓ એક મોટી સરપ્રાઈઝ સાબિત થયા હતાં. જેમાં રેવન્યૂ માર્કેટ શેર (RMS) ૨૩% જેટલો રહેવા પામ્યો છે. હવે રિલાયન્સ જિયોના આ આંકડા ક્વાર્ટર્લી ૨૩૩ BPsનો વધારો દર્શાવી રહ્યા છે.  આ વખતે TRAI  દ્વારા જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે તે જોતા એમ જરૂર કહી શકાય કે, ટેલિકોમ ઇન્ડસ્ટ્રી હવે ફરી સ્થિરતા મેળવી રહી છે જેને કારણે રેવન્યૂની સાથે સાથે જ બજારમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના શેરોમાં પણ ખરીદીનો માહોલ જાળવી રાખવામાં સક્ષમ પુરવાર થઈ શકે ખરી. ઈન્ડસ્ટ્રીનો ગ્રોસ રેવન્યૂ ગ્રોથ ૧૦% નીચો રહેવા પામ્યો હતો એ વાત સાચી પરંતુ, આ આંકડાઓની સરખામણી કરતી વેળા તમારે એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યૂના આંકડાને પણ ચકાસવા પડશે જેના ગ્રોથમાં માત્ર ૧%નો ઘટાડો થયો છે. પરંતુ, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ઈન્ડસ્ટ્રીની ગ્રોસ રેવન્યૂના ૧૦%ના ઘટાડામાં સૌથી મોટુ નુકશાન ભારતી એરટેલને થયું હોય તેમ જણાઇ રહ્યું છે. ભારતી એરટેલની ગ્રોસ રેવન્યૂમાં ૧૬%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે જેની સામે રિલાયન્સ જિયોની ગ્રોસ રેવન્યૂમાં ૧૬.૩%નો વધારો જોવા મળ્યો હતો. રિલાયન્સ જિઓ સિવાય ટેલિકોમ સેક્ટરની એક બીજી કંપની પણ આ કવાર્ટરમાં સેક્ટરને મજબૂતી બક્ષી રહી છે અને તે છે વોડાફોન-આઈડિયા. વોડાફોન અને આઈડિયા બંનેના સબસ્ક્રાઈબરનો આંકડો છ સર્કલમાં ખૂબ સારા રેવન્યૂ ગ્રોથ નોંધાવી રહ્યું છે. જેમકે, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, હરિયાણા મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશ. આ છ સર્કલમાં મોબાઈલ અને ફિક્સ્ડ લાઈન બંનેમાં ૫૦% કરતાં ઓછું હતું. વોડાફોન અને આઈડિયા બંને આટલા સારા ગ્રોથ સાથે આગળ વધી રહ્યા છે. સાથે જ આ સેક્ટર પર નજર રાખતા દરેક ખેલૈયાઓએ અને નાના રોકાણકારોથી લઈને મોટા રોકાણકારોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે વોડાફોન અને આઈડિયાના મર્જરને એનસીએલટી દ્વારા મંજૂરી મળી ગઈ હોવાની વાતો બજારમાં પૂરવેગે ચાલી રહી છે ત્યારે આ સમાચાર પણ ટેલિકોમ સેક્ટરમાં ફરી મોટી હિલચાલનો માર્ગ ખુલ્લો કરી આપશે. જો તેમ બને તો ટેલિકોમ સેક્ટરના મોટાભાગના શેરોમાં આ સપ્તાહ દરમિયાન ફરી એક નવો ખરીદીનો માહોલ જોવા મળે તેમ બની શકે. ભારતી એરટેલ માટે બજારના માંધાતાઓ કહી રહ્યા છે કે હવે ભારતી માટે સબસ્ક્રિપ્શનના નવા આંકડા કરતાં પણ વધુ મહત્ત્વનું છે ઈન્ટરનેટ સેવામાં બેન્ડવિથમાં સુધારો અને ઝડપ. જે માટે કંપનીની સૌથી મોટી હરિફ છે રિલાયન્સ જિઓ. હવે આ સામે ભારતી એરટેલના મેનેજમેન્ટનું કહેવું છે કે રિલાયન્સ જિઓને કારણે અમારા માર્કેટશેરમાં ખાસ કોઈ મોટો ફરક પડ્યો હોય તેમ જણાતંુ નથી. એટલું જ નહીં આ કવાર્ટરના અમારા આંકડાઓ જણાવી રહ્યા છે કે કંપની તેનો કસ્ટમર બેઝ પાછો મેળવી રહી છે જે અમારા માટે એક પ્રોત્સાહક બાબત છે. તો બીજી તરફ વોડાફોન સાથે આઈડિયાના મર્જરને મંજૂરી મળી જવાની શકયતાઓને કારણે વોડાફોન કંપની પણ વધુ માર્કેટશેર મેળવવા બાબત વધુ વિશ્વાસુ બની છે. જે જોતા ફરી એકવાર ટેલિકોમ સેક્ટરમાં ખરીદી તરફી માહોલ બને તેવું ટૂંકા ગાળા માટે તો જણાઈ રહ્યું છે.