હવે નવા સિમ માટે આધારની જરૂર નહી પડે, જાણો સરકારનો નવો નિયમ - Sandesh
  • Home
  • Technology
  • હવે નવા સિમ માટે આધારની જરૂર નહી પડે, જાણો સરકારનો નવો નિયમ

હવે નવા સિમ માટે આધારની જરૂર નહી પડે, જાણો સરકારનો નવો નિયમ

 | 3:21 pm IST

આધારકાર્ડને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે હાલમાં સ્પષ્ટ કરી નાખ્યું છે કે નવા સિમ કાર્ડ લેવા માટે આધાર નંબર હવે જરૂરી નથી અને હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યૂનિકેશને તમામ ટેલિકોમ ઓપરેટર્સને આદેશ આપ્યા છે કે તે નવા સિમકાર્ડના રજિસ્ટ્રેશન માટે વર્ચુઅલ આઈડી (Aadhaar e-KYC service) અને limited KYCની શરૂઆત કરી હતી.

તે હાલ મોબાઈલ ગ્રાહકોના રી-વેરીફિકેશન માટે લાગૂ કરવામાં આવશે અને તેની શરૂઆત 1 જુલાઈથી થશે. ટેલિકોમ ઓપરેટરોને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈ પહેલા પોતાની સિસ્ટમ પર Virtual IDs સમાયોજિત કરવા માટે આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, વર્ચુઅલ આઈડી (virtual ID) અને લિમિટેડ કેવાયસી (limited KYC) બન્ને આધારનો હિસ્સો છે. ફર્ક બસ એટલો છે કે, તે નાગરિકના આધાર નંબરને ઉજાગર નથી કરતા, માત્ર જરૂરતની જાણકારી વેરિફિકેશન માટે શેર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમે પોતાનો આધાર નંબર શેર કરવા માંગતા નથી તો તમે Virtual ID મારફતે નવું સીમ ખરીદી શકો છો.

એનઆરઆઈ અને જે વિદેશીઓની પાસે આધાર નંબર નથી, તે સરકાર દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલી બાકી ઓળખ પત્રો મારફતે નવા મોબાઈલ સિમનો ઉપયોગ કરી શકો છો.