Telegram introduced new features for its users check list here
  • Home
  • Featured
  • Telegramમાં આવ્યું ખુબજ કામનું ફીચર્સ, હવે ચેટ કરવી વધારે મજા આવશે

Telegramમાં આવ્યું ખુબજ કામનું ફીચર્સ, હવે ચેટ કરવી વધારે મજા આવશે

 | 8:53 am IST
  • Share

આજકાલ વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ ચેટ-આધારિત વાતચીત અને મીટિંગ્સની વચ્ચે, ટેલિગ્રામે તેના પ્લેટફોર્મ પર કેટલીક નવી સુવિધાઓ ઉમેરી છે. આ મેસેંજરમાં સર્ચ ફિલ્ટર્સ, ટિપ્પણીઓ, ઇમોજી અને એડમિનથી સંબંધિત કેટલાક અપડેટ્સ આવ્યા છે.

સર્ચ ફિલ્ટર્સ
ટેલિગ્રામ સર્ચ ફિલ્ટર્સની મદદથી વપરાશકર્તાઓ સરળતાથી કોઈ ચોક્કસ સંદેશ શોધવા માટે સક્ષમ છે. એપ્લિકેશનમાં ચેટ, મીડિયા, લિંક્સ, ફાઇલો, મ્યુઝિક અને વોયસ મેસેજના 6 જુદા જુદા ટૈબ્સ બનાવવામાં આવ્યા છે. તેમના દ્વારા ટાઇમ, પર્સન, ગ્રુપ અને ચેનલના આધારે અલગ રાખવામાં આવશે. યૂઝર્સ આ ફિલ્ટરના ઉપયોગથી જૂના મેસેજને ફરી એક્સેસ કરી શકશે.

ચેનલ કમેન્ટ
લેટેસ્ટ અપગ્રેડ પછી હવે યૂઝર્સ ચેનલની પોસ્ટ્સ પર કમેન્ટ કરી શકશે. પહેલાં આવુ નહોતુ થઈ શકતુ. તે માત્ર એક વનવે માર્ગ હતો. જો કે આ ફિચર્ચ ફક્ત તે જ ચેનલોમાં લાગુ થશે. જે તમારા ચર્ચા જૂથો સાથે જોડાયેલા છે. ઉપરાંત વોઇસ મેસેજ, સ્ટીકર અને GIFs દ્વારા મોકલી શકશો. એડમીન પાસે પાવર હશે કે તે ગ્રુપની મર્યાદાને જાળવી રાખે. કોઇ કમેન્ટને બ્લોક કરી દે.

એડમિનને વધારે છુટ મળશે
આ સુવિધાની મદદથી કોઈપણ જૂથોના સંચાલકોને તેમની ઓળખ છુપાવીને અનામી રહેવાની સ્વતંત્રતા મળશે. એડમિન દ્વારા મોકલેલો કોઈપણ સંદેશ જૂથના નામે દેખાશે આ સુવિધા ટેલિગ્રામ ચેનલો માટે પહેલેથી જ લાગુ છે અને હવે તે જૂથો માટે પણ ઉપલબ્ધ છે.

એનિમેશન:

એન્ડ્રોઇડ વપરાશકારો માટે નવા એનિમેશન પોપ-અપ્સ પણ રજૂ કરવામાં આવ્યાં છે. આ સ્થિતિમાં, સંદેશાઓને કાઢી નાખતી વખતે, નોટિફિકેશન ચેન્જ કરી શકો છો.

પ્રોફાઇલ પિક્ચર
આ અપડેટની બીજી હાઇલાઇટ વિશે વાત કરતા, તમે ગ્રુપ ચેટમાં કોઈપણ ડિસ્પ્લે ફોટોને ફક્ત દબાવીને અને હોલ્ડ કરીને કોઈપણ પિક્ચર સરળતાથી જોઈ શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો