Tells Bank Staff , Ok To Wear Flip Flops, Shorts: Karam Hinduja
  • Home
  • Business
  • સ્વિસ બેન્કના કર્મચારીઓને કરમ હિન્દુજાએ આપી ચોંકાવનારી સલાહ

સ્વિસ બેન્કના કર્મચારીઓને કરમ હિન્દુજાએ આપી ચોંકાવનારી સલાહ

 | 11:38 am IST
  • Share

  • જો બેન્કના ગ્રાહક શૉર્ટસ, ચપ્પલમાં છે તો તમે પણ એવા જ રહો: કરમ હિન્દુજા

  • કરમ હિન્દુજા એ પોતાના બેન્કના કર્મચારીઓને કહ્યું – બેન્કના ગ્રાહકના જેવા બનવાની કોશિશ કરે

  • હાલ હિન્દુજા ગ્રૂપ પારિવારિક લડાઇના લીધે સતત ચર્ચામાં

 

 

18 અબજ ડોલરના બ્રિટિશ-ભારતીય હિન્દુજા ગ્રૂપના સંરક્ષક, શ્રીચંદ હિન્દુજાના 31 વર્ષના દોહિત્રનું કહેવું છે કે તેઓ પોતાના દાદાના મૂલ્યો સાથે જોડાઇ રહેવા માંગે છે. જીનેવા ખાતે એક ઇન્ટરવ્યુમાં કરમે કહ્યું કે તેમણે પોતાના કર્મચારીઓને બેન્કના ગ્રાહકોની જેવા બનવાનું કહ્યું છે. જો તમારા ગ્રાહક શૉર્ટર, ટી-શર્ટ, અને ફ્લિપ ફ્લોપની એક જોડીમાં છે તો બિલકુલ ખચકાયા વગર આવું જ કરો, તેમને તેમના સ્તર પર મળો.

કરમ હિન્દુજા એ પોતાના બેન્કના કર્મચારીઓને કહ્યું છે કે તેઓ બેન્કના ગ્રાહકના જેવા બનવાની કોશિશ કરે. તેમણે કહ્યું કે જો ગ્રાહક શર્ટસ, ટી-શર્ટ અને ચપ્પલમાં આવે છે તો તમે પણ…તેમને તેમના સ્તર પર મળો. ઉલ્લેખનીય છે કે કરમ હિન્દુજાએ 2020માં સ્વિટ્ઝરલેન્ડના એસ.પી.હિન્દુજા બેન્ક પ્રિવીની કમાન સંભાળી હતી.

કરમે 2020ની શરૂઆતમાં બેન્કનો કાર્યભાર સંભાળ્યો, એક વર્ષ જેમાં ગ્રાહકની એસેટ્સ 30 ટકાથી વધુ ઘટીને માત્ર બે વર્ષ પહેલાં 1.69 બિલિયન સ્વિસ ફ્રેન્ક થઇ ગઇ. ઘટાડો પરિસંપત્તિના મૂલ્યોમાં ઘટાડાના લીધે આવ્યો હતો નહીં કે ગ્રાહકોના ઉપાડના લીધે. ઑક્ટોબરના અંત સુધીમાં મેનેજમેન્ટની અંતર્ગત કુલ સંપત્તિ 2.43 બિલિયન સ્વિસ ફ્રેન્ક થઇ ગઇ.

કરમે બેન્ક એસપી હિન્દુજા બાંકે પ્રિવી (Hinduja Banque Privee)નું નામ બદલી નાંખ્યું. જો કે હિન્દુજા ગ્રૂપની વેબસાઇટ તેને હજુ પણ હિન્દુજા બેન્ક સ્વિટ્ઝરલેન્ડ (Hinduja Bank Switzerland) કહે છે. કાર્યકારી કયારેક-કયારેક એ લોકોના પારિવારિક વિવાદ અંગે વાત કરે છે જે તેમના દાદાને ઓળખે છે પરંતુ તેઓ કહે છે કે આ કોઇપણ વસ્તુની સરખામણીમાં ખૂબ જ વધુ ‘અવાજ’ છે.

હિન્દુજા ગ્રૂપના પારિવારિક વિવાદે 107 વર્ષ જૂના બિઝનેસ સામ્રાજ્યને સંકટમાં મૂક્યું છે. શ્રીચંદ હિન્દુજા પરિવાર અને ત્રણ હિન્દુજા બંધુઓ વચ્ચે વિવાદ લંડન અને સ્વિટ્ઝર્લેન્ડની કોર્ટમાં પહોંચી ગયો છે. ગ્રૂપના પ્રમુખ 85 વર્ષીય શ્રીચંદ હિન્દુજા ડિમેન્શિયાના રોગથી પીડિત છે. તેમના દોહિત્ર કરમ હિન્દુજા, બહેન, માતા શાનુ, નાની 1800 કરોડ ડોલર(આશરે 1.33 લાખ કરોડ રૂપિયા)ના આ બ્રિટિશ-ભારતીય ગ્રૂપના વિભાજનને લઇને બાકી પરિવાર સાથે કાનૂની લડાઈમાં ગૂંચવાઈ ગયાં છે.

અત્યાર સુધી 1,800 કરોડ ડોલરનું સામ્રાજ્ય ધરાવતા હિન્દુજા પરિવારના ચારેય ભાઈઓમાં અખંડ એકતા દેખાતી હતી, હવે તેમાં તિરાડ પડી રહી હોવાના એંધાણ જોવા મળી રહ્યા છે. કરમ, તેની બહેન, માતા, ફોઈ અને દાદી ભેગા મળીને બાકીના પરિવાર સામે પોતાનો ભાગ મેળવવા કાનૂની શિંગડાં ભેરવી રહ્યા છે. આ લોકોની માગણી એવી છે કે જે અકલ્પનીય માનવામાં આવતું હતું. આ લોકો કુલ મિલકતના રીતસર ભાગ પાડવાની માગણી કરી રહ્યા છે.

હિન્દુજા પરિવારના બાકીના ત્રણ ભાઈ ગોપીચંદ, પ્રકાશ અને અશોક દલીલ કરે છે કે પરિવારના જૂના સિદ્ધાંતને તોડી શકાય નહીં. જૂનો સિદ્ધાંત કહે છે કે, પરિવારમાં દરેક વસ્તુ બધાની માલિકીની છે, કોઈપણ વસ્તુ કોઈ એકની માલિકીની નથી. ભારતમાં તેના છ બિઝનેસ સહિત કુલ 36 દેશોમાં પથરાયેલી આ જૂથની કંપનીઓમાં કુલ 1,50,000 કર્મચારીઓ કામ કરે છે. તેઓ ટ્રક બનાવવાથી બેન્કિંગ, રસાયણ, ઊર્જા, મીડિયા અને આરોગ્યના ક્ષેત્રોમાં બિઝનેસ કરી રહ્યા છે. આ બધા કર્મચારીઓનું ભાવિ પણ ડામાડોળ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો