Temperature reaches 54.4°C at California's Death Valley
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકાની ડેથ વેલીમાં કાળઝાળ ગરમી, ધરતી પરની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ કયાંક તૂટી ના જાય

અમેરિકાની ડેથ વેલીમાં કાળઝાળ ગરમી, ધરતી પરની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ કયાંક તૂટી ના જાય

 | 5:48 pm IST
  • Share

એકબાજુ કેનેડામાં હીટ ડોમે તબાહી મચાવી દીધી છે તો બીજીબાજુ અમેરિકાની Death Valley પણ પોતાના નામ પર ખરી ઉતરતી દેખાય છે. કેલિફોર્નિયાના આ રણપ્રદેશમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. શુક્રવારના રોજ અહીંનું તાપમાન 130 ડિગ્રી ફેરનહેટ એટલે કે 54.4 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું.

રેકોર્ડ તૂટવાની કગાર પર

તે પોતાનામાં જીવન માટે સંકટ ઉભું કરનાર છે જ પરંતુ અત્યાર સુધીના સૌથી વધુ તાપમાનના રેકોર્ડથી પણ માત્ર 4 ડિગ્રી જ પાછળ છે. આની પહેલાં 9 જૂન 1913માં અહીં તાપમાન 134 ડિગ્રી ફેરનેટ હતું. આ ધરતીમાં કયાંય પણ રહેલ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. ચિંતાની વાત એ છે કે પશ્ચિમી તટ પર હીટવેવનો ખતરો હજી ટળ્યો નથી અને આવનારા દિવસોમાં આ રેકોર્ડ તૂટવાની આશંકા છે.

આગના ગોળા તો હજી બાકી

આ આખા વિસ્તારમાં હજુ પણ જંગલોની આગ ભભૂકી રહી છે. ડેલીમેલના રિપોર્ટ પ્રમાણે પશ્ચિમી તટ પર તાપમાન વીકેન્ડ પર 117 ડિગ્રી સુધી જઇ શકે છે. ગયા મહિને ઉત્તર અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો નોંધાયો હતો. 26 જૂનથી 1 જુલાઇની વચ્ચે ઓરિગનમાં 116 અને વોશિંગ્ટનમાં 78 લોકોના મોત હીટવેવાના લીધે થયા હતા. જ્યારે તાપમાન 95 ડિગ્રી ફેરનહેટ પાર કરી ગયો હતો. તો પેસિફિક નોર્થ-વેસ્ટ અને બ્રિટિશ કોલંબિયામાં પારો 115 પર પહોંચી ગયો હતો.

એટલા માટે તપે છે આ ઘાટી

ડેથ વેલી દરિયાઇ સપાટીથી 300 મીટર નીચે એક ઊંડી અને પાતળી ઘાટી છે. જ્યાં વૃક્ષોનું કોઇ નામોનિશાન નથી. અહીં માણસો રહેતા નથી પરંતુ એડવેન્ચરના શોખીન લોકો ક્લાઇંબિંગ અને ટ્રેકિંગ કરવા માટે આવતા રહે છે. આ વેલી એટલા માટે વધુ ગરમ રહે છે કારણ કે તેની સપાટી લાલ રંગની અને થોડી-ઘણી માટીથી બનેલ છે.

આ સપાટી ગરમીને પાછી તો મોકલી દે છે પરંતુ આ વેલીથી બહાર નીકળી શકતી નથી. તેનો પ્રભાવ એ છે કે ઘાટીની હવા ખૂબ જ ગરમ હોય છે. અહીંની ગરમ હવા ઉભેલી પર્વતમાળાઓને ઘેરે છે, જે ઘાટીની ઊંડાઇમાં ગરમીને રોકી લે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો