આજકાલમાં વડોદરા જવાના હો તો જતા જ નહીં કારણ કે... - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • આજકાલમાં વડોદરા જવાના હો તો જતા જ નહીં કારણ કે…

આજકાલમાં વડોદરા જવાના હો તો જતા જ નહીં કારણ કે…

 | 8:22 pm IST

આકાશમાંથી સૂર્ય નારાયણ અગનગોળા વરસાવી રહ્યા હોવાથી વડોદરા શહેરમાં આજે એક બાળકી સહિત ૧૨ શહેરીજનોને લૂની અસર થતા તેમને તબીબી સારવાર લેવી પડી હતી. જયારે શહેરમાં ગરમીના લીધે શહેરમાં સાત વ્યકિત બેભાન થઇ ગયા હોવાના કોલ ૧૦૮ને આજે મળ્યા હતા. જયારે ગરમીના લીધે આજે શહેરના ૨૬ વ્યકિતઓને થયેલી વિવિધ તકલીફોના લીધે ૧૦૮ની સહાય લીધી હતી.

શહેરમાં ગરમીનો પારો સતત ઉંચો રહેતા સવારથી જ જાણે શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઇ જાય છે. શહેરમાં આજે ગરમીનો પારો ૪૧.૪ ડિગ્રી રહ્યો હતો. ગરમીના લીધે આજે આજવારોડ પુજા પાર્કની ૪ વર્ષની બાળકી મહી રાજેશભાઇને લૂ લાગતા આજે મ્યુ.કોર્પોરેશનના દવાખાનામાં સારવાર લેવી પડી હતી. આ સહિત કુલ ૧૨ વ્યકિતઓને લૂ લાગતા આજે તબીબી સારવાર લેવી પડી હોવાનું કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

જયારે ગરમીના લીધે વિવિધ રોગથી પીડાતા ૨૬ વ્યકિતઓેએ ૧૦૮ને કોલ કર્યા હતા. જેમાં ગરમીના લીધે ૭ વ્યકિતઓ બેભાન (મુર્છીત)થઇ જતા આ અંગેની જાણ ૧૦૮ને કરવામાં આવી હતી. આ ઉપરાંત પેટમાં દુઃખાવાના ૨ કેસ, બી.પીના ર કેસ, છાતીમાં દુઃખાવાનો ૧ કેસ , ચકકર આવી પડી જવાના ૧ કેસ , પડી જવાના ૭ કેસ, ઝાડાના ર કેસ, અને ઉલટીના ૪ કેસ અંગે પણ ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીયછેકે વિતેલા ૧૪ દિવસમાં ૧૦૮ (ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન)ને ગરમીના લીધે વિવિધ ફરિયાદોના ૪૭૧ કોંલ મળ્યા હતા.