temple of Radhakrishna is built just 10 km from Rajkot video
  • Home
  • Featured
  • રાજકોટથી માત્ર દસ કિમીના અંતરે નિર્મિત છે રાધાકૃષ્ણનું મંદિર, કરો દર્શન

રાજકોટથી માત્ર દસ કિમીના અંતરે નિર્મિત છે રાધાકૃષ્ણનું મંદિર, કરો દર્શન

 | 10:00 am IST

 

સૌરાષ્ટ્રની પાવન ધરા પર રાજકોટથી માત્ર દસ કિમીના અંતરે નિર્મિત છે રાધાકૃષ્ણનું એક એવુ ભવ્ય સ્થાનક જ્યા પવિત્રતા અને પ્રેમની સરવાણી વહે છે.. મંદિર પરિસરમાં મધ્યમાં નિર્મિત આ ભવ્ય ધામ ભક્તો માટે અનન્ય મહિમા ધરાવે છે.. પ્રેમનું સાર્થક સ્વરુપ કહેવાય છે રાધાકૃષ્ણની જોડી જે ભલે વિવાહના બંધનમાં ન બંધાયા પરંતુ નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક બની ગયા.. રાધા નીલમાધવના આ મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરતા જ ભક્તના મનને અપાર શાતા મળે છે.. રસરાજ શ્રીકૃષ્ણ પોતાની પ્રિય રાધા રાણી સાથે અતિ સુંદર વસ્ત્રાલંકારમાં સજ્જ થઈ દર્શન આપે છે.. ઈશ્વરનું આવુ કલ્યાણકારી સ્વરુપ જોઈ હાજર સૌ શ્રદ્ધાળુ પોતાને ભાગ્યશાળી માને છે.
.
આ સ્થાનક વિશે કહેવાય છે કે પરમ પૂજ્ય મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજને વર્ષ ૨૦૦૨માં આ સ્થાને રાધાકૃષ્ણનું સ્થાનક બનાવાનો વિચાર આવ્યો.. જો સાધક સાચા મનથી પ્રાર્થના કરે તો પરમાત્મા પણ તેને સાકાર કરવામાં સહાય કરે છે… બસ એ જ વાતનું તાદ્રશ્ય ઉદાહરણ છે આ ધામ કારણ કે મહારાજ પોતે પણ એક નાની ઓરડીમાં રહી આરાધના કરતા હતા..અને લોકસહકારથી આ ભવ્ય મંદિરનું સપનું સાકાર થયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન