દસ દસની નોટોની લાલચમાં અમદાવાદની મહિલાએ ગુમાવ્યા રૂ.બે લાખના દાગીના - Sandesh
  • Home
  • Ahmedabad
  • દસ દસની નોટોની લાલચમાં અમદાવાદની મહિલાએ ગુમાવ્યા રૂ.બે લાખના દાગીના

દસ દસની નોટોની લાલચમાં અમદાવાદની મહિલાએ ગુમાવ્યા રૂ.બે લાખના દાગીના

 | 8:07 pm IST

તમારા રૃપિયા પડી ગયા છે તેમ કહીને ગઠીયા કારમાં સોનાના દાગીના ભરેલુ પર્સ ઉઠાવીને નાસી ગયા હોવાનો ઘટના નવરગપુરમાં પોલીસ સ્ટેશનમા નોધાઇ છે. ગઠીયાઓએ દસ દસ નોટો નીચે નાંખીને મહિલાને કહ્યુ તમારા રૃપિયા પડી ગયા છે. મહિલા સાચુ માની ગઇ અને નોટો વિણવા માટે ગાડીમાંથી નીચે ઉતરી હતી. રૃપિયા વિણવામાં મહિલા વયસ્ત રહીને ગઠીયાઓ રૂ.૧૦ લાખના દાગીના ભરેલુ પર્સને પલભરમં રફ્ફુચક્કર થઇ ગયા હતા.

સાબરકાંઠાના જવાનપુરાના રહેવાસી મહિલા શીલ્પાબહેન અનિલકુમાર સોની બુધવારે બપોરના સી.જી રોડ પર એક શોરૃમમાં ગયા હતા.ત્યાથી પાછા ફરતી વખતે તેઓ તેમની કારમાં બેસવા જઇ રહ્યા ત્યારે બે શખસો નજીક આવીને કહ્યુ હતુ કે, તમારા રૃપિયા પડી ગયા છે. શીલ્પાબહેન કારમાંથી નીચે ઉતરીને રૃપિયા લેવા માટે થોડે આગળ સુધી ગયા હતા તેઓ જેવા કારમાંથી નિકળ્યા કે તુરત જ ગઠીયાઓ કારમાં ડ્રાઇવર સીટ પર પડેલુ તેમનુ પર્સ લઇને નાસી ગયાા હતા. પર્સમાં સોનાના દાગીના રૃા.૨.૧૦ લાખના હોવાની ફરિયાદ તેમણે પોલીસમં નોધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન