NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • તેંડુલકરે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી, સચિન : અ બિલિયન ડ્રીમ્સ અંગે કરી ચર્ચા

તેંડુલકરે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી, સચિન : અ બિલિયન ડ્રીમ્સ અંગે કરી ચર્ચા

 | 2:56 am IST

નવી દિલ્હી :

સચિન તેંડુલકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુક્રવારે મુલાકાત કરી પોતાની આગામી ફિલ્મ સચિન : અ બિલિયન ડ્રીમ્સ અંગે જાણકારી આપી હતી. સચિન તેંડુલકરનાં જીવન પર બનેલી ફિલ્મ આગામી ૨૬મી મેના રોજ રિલીઝ થનાર છે. સચિને વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ ટ્વિટ કરી- માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી અને ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સ અંગે જણાવ્યું હતું. સચિને બીજી ટ્વિટમાં લખ્યું- આભાર પ્રધાનમંત્રીજી આપના પ્રેરણાદાયક મેસેજ માટે. સચિનના મતે આ ફિલ્મમાં મારા જીવનની કેટલીક વણકહેલી અને અજાણી બાબતો જોવા મળશે. અમે આ ફિલ્મમાં એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જેને લોકો હજુ સુધી જાણતાં નથી. સચિન અ બિલિયન ડ્રીમ્સ ફિલ્મ હિન્દી ઉપરાંત અંગ્રેજી, તેલુગુ, તામિલ અને મરાઠી ભાષામાં પણ રિલીઝ થશે. આ ફિલ્મને એ.આર. રહેમાને મ્યુઝિક આપ્યું છે અને તેને જેમ્સ એરકાઈને ડાયરેક્ટ કરી છે.

1