ટેનિસમાં ચીટિંગનું સમાધાન કરશે ફક્ત ૧૫૦ પાઉન્ડનો રોબો અમ્પાયર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ટેનિસમાં ચીટિંગનું સમાધાન કરશે ફક્ત ૧૫૦ પાઉન્ડનો રોબો અમ્પાયર

ટેનિસમાં ચીટિંગનું સમાધાન કરશે ફક્ત ૧૫૦ પાઉન્ડનો રોબો અમ્પાયર

 | 1:52 am IST

પેરિસ : આ નવો પ્રેજેક્ટ ટૂંક સમયમાં જ ટેનિસ કોર્ટની તકરારોનો અંત કરી દેશે. એક ફ્રેન્ચ સંશોધકે ફક્ત ૧૫૦ પાઉન્ડની કિંમતમાં એવું ઉપકરણ બનાવ્યું છે કે જે તરત જ કહી દેશે કે બોલ બોલ બહાર હતો કે  નહીં અને તે આ સિઝનમાં જ વેચવા માટે તૈયાર થઇ ગયો છે. આ ઉપકરણ નેટ પર બેસીને બોલની ફ્લાઇટને માપી લેશે. તે પોતાની યાંત્રિક બુદ્ધિથી બોલની ફ્લાઇટ, ઝડપ અને સ્પિનને માપી લેશે. આ ગો પ્રો કદનું ઉપકરણ નેટ સાથે જોડી સ્માર્ટફોનમાં જે પ્રકારનાં કેમેરા વાપરવામાં આવે છે તેને મળતા જ  કેમેરાનો ઉપયોગ કરી બોલ બહાર હતો કે નહી તે જાણી શકાય છે.

કેલિર્ફોિનયાનાં પાલો આલ્ટોમાં  રહેતા ગ્રેગરી જેન્ટીલ નામના ફ્રેન્ચ શોધકે બનાવ્યું છે.  ખેલાડીઓએ મેચ શરૂ થતા પહેલા સ્ક્રીન પર એક બટન દબાવવાનું હોય છે અને તે અલ સોફ્ટવેરની મદદથી લાઇન સ્કેન કરશે. ફક્ત એક જ મિનિટ કરતા પણ ઓછા સમયમાં શરૂ થઇ જશે અને ૯૯ % સાચા નિર્ણય કરશે.  તેનો મતલબ કે હવે રમતો દરમિયાન ભૂલો થવી એ ભૂતકાળ બની જશે. બોલ અંદર છે કે બહાર તેનો સંકેત ઉપકરણ લાલ અથવા લીલો ઝબકારો કરી જણાવી દેશે અને જો આ એક *ક્લોઝ કોલ* હશે તો તેનો  *રિ-પ્લે* સ્ક્રીન પર જોવા મળશે.