ટેનિસ સ્ટાર સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે શરત હારી, જવું પડશે ડેટ પર

199

રવિવારે ન્યૂયોર્કમાં એટલાન્ટા ફાલ્કન્સ અને ન્યૂ ઇંગ્લેન્ડ પેટ્રિયોટ્સ વચ્ચે યોજાયેલા સુપર બોલ ફાઇનલ મેચમાં બુચાર્ડે એટલાન્ટા ટીમ જીતશે તેવી ટ્વિટ કરી હતી ત્યારે પેટ્રિયોટ્સના પ્રશંસકે બુચાર્ડ સામે શરત લગાવી હતી કે, જો પેટ્રિયોટ્સ જીતે તે તેની સાથે ડેટ પર જશે. બુચાર્ડે શરત સ્વીકારી લીધી હતી.

બીજી તરફ એટલાન્ટાની ટીમ પ્રથમ ક્વાર્ટરમાં તો આગળ હતી. શરત લગાવ્યા બાદ એટલાન્ટાની ટીમ પાછળ થઈ હતી પરંતુ બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ફરી આગળ થઈ હતી તેમ છતાં પેટ્રિયોટ્સ ટીમે 34-28થી જીત મેળવી હતી. તે પછી બુચાર્ડે ડેટ પર જવાની શરત મંજૂર કરી ટ્વિટ કર્યું કે, હવેથી ક્યારેય કોઈની સાથે શરત નહીં લગાવે. તે પછી અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, ફેનને પુછયું કે, તે ક્યાં રહે છે. ટોમ બ્રેડીએ ટ્વિટ કરી શિકાગોમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.