ટેનિસ રેન્કિંગ : પ્લિસ્કોવા નંબર વન બની - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ટેનિસ રેન્કિંગ : પ્લિસ્કોવા નંબર વન બની

ટેનિસ રેન્કિંગ : પ્લિસ્કોવા નંબર વન બની

 | 2:31 am IST

દુબઈ :

સોમવારે જાહેર થયેલી મહિલા ટેનિસ રેન્કિંગમાં ચેક ગણરાજ્યની ખેલાડી કેરોલિના પ્લિસકોવાએ નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. પુરુષ સિંગલ્સમાં બ્રિટનના એન્ડી મરેએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સમાં ચેમ્પિયન રોજર ફેડરર ત્રીજા ક્રમે પહોંચી ગયો છે જ્યારે મહિલા સિંગલ્સ ચેમ્પિયન ગાર્બાઇન મુગુરુઝાએ ૧૦ સ્થાનની છલાંગ સાથે પાંચમો ક્રમાંક મેળવી લીધો છે.

મહિલા સિંગલ્સમાં નંબર વન બનનાર પ્લિસ્કોવા વિશ્વની ૨૩મી ખેલાડી બની ગઈ છે. પ્લિસ્કોવા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગઈ હતી પરંતુ તેણીએ આ વર્ષે ત્રણ ઉ્છ ટાઇટલ જીતવા ઉપરાંત સતત સારો દેખાવ કર્યો હોવાથી નંબર વન બની છે. જો કે, તેણી એકેય વખત ગ્રાન્ડ સ્લેમ જીતી નથી. જર્મનીની એન્જેલિક કાર્બેરને નંબર વનનું સ્થાન ટકાવી રાખવા ફાઇનલમાં પહોંચવું જરૂરી હતું પરંતુ ગત અઠવાડિયે કાર્બેર વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. તે પછી બીજા સ્થાને રહેલી રોમાનિયાની સિમોના હાલેપ પાસે નંબર વન બનવાની તક હતી. હાલેપ જો વિમ્બલ્ડની સેમિફાઇનલમાં પહોંચી હોત તો તે ટોચનું સ્થાન મેળવી લેતી પરંતુ તે પણ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. હાલેપે બીજું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ કાર્બેર ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ છે. બ્રિટનની જોહાના કોન્ટા ત્રણ સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે જ્યારે વિમ્બલ્ડનની ચેમ્પિયન સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાએ ૧૦ સ્થાનની છલાંગ લગાવતાં પાંચમો ક્રમાંક મેળવી લીધો છે.

વિમ્બલ્ડનની ફાઇનલમાં પરાજય મેળવનાર વિનસ વિલિયમ્સને બે સ્થાનનો ફાયદો થતાં નવમા ક્રમે પહોંચી છે.  રોજર ફેડરરે પાતાની કારકિર્દીનું આઠમું વિમ્બલ્ડન ટાઇટલ જીતતાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તે ગત સિઝનમાં ૧૬મા સ્થાને ધકેલાઈ ગયો હતો. એન્ડી મરેએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ બીજા સ્થાને રહેલા રફેલ નડાલ કરતાં હવે ૩૦૫ પોઇન્ટ જ પાછળ છે. ફેડરર ત્રીજા સ્થાને છે પરંતુ જો તે પોતાનું ફોર્મ જાળવી રાખે તો વર્ષના અંતે ફરી નંબર વન બની શકે છે.