ટેનિસ રેન્કિંગ : સાનિયા મહિલા ડબલ્સમાં સાતમા સ્થાને ધકેલાઈ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ટેનિસ રેન્કિંગ : સાનિયા મહિલા ડબલ્સમાં સાતમા સ્થાને ધકેલાઈ

ટેનિસ રેન્કિંગ : સાનિયા મહિલા ડબલ્સમાં સાતમા સ્થાને ધકેલાઈ

 | 1:47 am IST

દુબઈ, તા. ૩૦

ભારતની ટોચની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને સોમવારે જાહેર થયેલી મહિલા ડબલ્સની રેન્કિંગમાં પાંચ સ્થાનનું નુકસાન થયું છે અને તેણી સાતમા સ્થાને ધકેલાઈ ગઈ છે. સાનિયા મિર્ઝાએ આ વર્ષે મહિલા ડબલ્સમાં નંબર વનના સ્થાન સાથે શરૂઆત કરી હતી પરંતુ નવમી જાન્યુઆરીએ જાહેર થયેલી રેન્કિંગમાં બીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં બહાર થતાં સાતમા ક્રમે ધકેલાઈ ગઈ છે. ચેક ગણરાજ્યની લ્યુસી સેફારોવાએ છ સ્થાનની છલાંગ લગાવતાં બીજા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ર્માિટના હિંગિસ પાંચમા સ્થાનેથી આઠમા ક્રમે ધકેલાઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનેલી સેરેના વિલિયમ્સે ફરીથી મહિલા સિંગલ્સમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. સેરેનાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં નંબર વનનું સ્થાન ગુમાવ્યું હતું. ફાઇનલમાં હારનાર વિનસ વિલિયમ્સને છ સ્થાનનો ફાયદો થયો છે અને તેણી ૧૧મા નંબરે પહોંચી ગઈ છે.  પુરૂષ સિંગલ્સમાં રફેલ નડાલ ત્રણ સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા અને ફેડરર સ્થાનના ફાયદા સાથે ૧૦મા ક્રમે પહોંચ્યો છે. એન્ડી મરે નંબર વન અને નોવાક જોકોવિચ બીજા સ્થાને છે.