તમિળનાડુમાં બધુ એક મુદ્દે હંગામો, યુવકોએ બળજબરીપૂર્વક બ્રાહ્મણોની જનોઈ કાપી - Sandesh
  • Home
  • India
  • તમિળનાડુમાં બધુ એક મુદ્દે હંગામો, યુવકોએ બળજબરીપૂર્વક બ્રાહ્મણોની જનોઈ કાપી

તમિળનાડુમાં બધુ એક મુદ્દે હંગામો, યુવકોએ બળજબરીપૂર્વક બ્રાહ્મણોની જનોઈ કાપી

 | 3:13 pm IST

તમિળનાડુના વેલ્લૂરમાં પેરિયારની મૂર્તિ ક્ષતિગ્રસ્ત કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે અને સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. આ તણાવ વચ્ચે ચેન્નઈના ટ્રિપ્લિકેનમાં આઠ બ્રામ્હણોની પુનાલ (જનોઈ) બળજબરીપૂર્વક કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુંસાર અહીંના ટ્રિપ્લિકેનમાં લગભગ આઠથી દસ બાઈકસવાર યુવકોએ આઠ બ્રામ્હણોની જનોઈ બળજબરીપૂર્વક કાપી નાખી અને ઘટનાસ્થળેની ભાગી છુટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પેરિયારનું આંદોલન નાસ્તિકતા (તર્કવાદ)ના પ્રસાર માટે જાણીતું છે. તેમણે દ્રવિડ કઝગમ નામે રાજકીય પાર્ટી બનાવી હતી. તેમની જુદી જુદી શાખાઓ અને ડીએમકે જેવી દ્રવિડિયન પાર્ટીઓના સભ્યોએ ખુલીને નાસ્તિકતાનો પ્રસાર કર્યો હતો અને તેનો સ્વિકાર પણ કર્યો હતો. બ્રામ્હણોની જનોઈ કાપવાની ઘટનાને તેમની આસ્થા પર હુમલો માનવામાં આવે છે.

જોકે રાજ્યના ભાજપના નેતા એચ રાજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાને યોગ્ય ઠેરવી હતી. ત્યાર બાદ રાજ્યમાં હોબાળો મચી જવા પામ્યો હતો. રાજાએ કહ્યું હતું કે, “લેનિન કોણ છે? તેના અને ભારત વચ્ચે શું સંબંધ? કમ્યુનિઝમ અને ભારતને શું સંબંધ? ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડી પાડવામાં આવી છે. આજે ત્રિપુરામાં લેનિનની મૂર્તિ છે, આવતી કાલે કટ્ટરપંથી ઈવી રામાસ્વામીની મૂર્તિ હોઈ શકે છે.”

જોકે પાર્ટીએ આ બાબતને રાજાનો વ્યક્તિગત મત ગણાવ્યો છે. ત્યાર બાદ રાજાએ પણ પોતાની પોસ્ટ હટાવી દીધી હતી. એચ રાજાની આ પોસ્ટ બાદ વેલ્લૂરમાં પેરિયારની મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરવામાં આવે અને સાંજે ભાજપના કાર્યાલય પર બોમ્બ ફેંકવાની ઘટના પણ ઘટી હતી. આ તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયે પણ મૂર્તિઓ તોડવાની ઘટનાઓની નોંધ લીધી હતી.