વિદેશમાં કાળુ નાણું સંતાડનારાઓને દિવાળીએ ટેન્શન - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિદેશમાં કાળુ નાણું સંતાડનારાઓને દિવાળીએ ટેન્શન

વિદેશમાં કાળુ નાણું સંતાડનારાઓને દિવાળીએ ટેન્શન

 | 8:30 am IST

વિદેશની બેન્કોમાં ખાતા ધરાવનારાઓ ભારતીયોને છેલ્લાં કેટલાક મહિનાથી વિદેશી નાણાંકીય સંસ્થાઓ પત્રો અને ઈ-મેલ  મોકલી રહી છે. તેમાં ખાતાધારકને તેમના ટેક્સ રેસિડન્સ સ્ટેટસની જાણ ક્રિસમસ પહેલાં કરવાની તાકીદ કરાઈ છે. જો આમ નહીં કરાય તો બેન્ક ખાતેદારોની જે માહિતી તેમની પાસે છે તે ભારત સરકારને પહોંચાડી દેવામાં આવશે.

અનેક ખાતેદારો આ કારણે  મુંઝવણમાં મુકાયા છે. તેમને ફફડાટ છે કે જો તેઓ આ પ્રશ્નોના જવાબ આપશે તો ભારતનો વેરા વિભાગ તેનો લાભ ઉઠવાશે અને અનેક પ્રશ્નનોનો મારો કરશે. આ ખાતેદારો પૈકી જેમણે ઈન્કમ ટેક્સ રિટર્નમાં વિદેશી સંપત્તિનો ઈરાદાપૂર્વક ઉલ્લેખ કર્યો નથી તેઓ એક તક લેવા માગે છે અને ત્યારપછી પ્રશ્નો કરાય તો વેરા વિભાગને પડકારવાની ઈચ્છા ધરાવે છે.

જોકે 31 ડિસેમ્બર 2015 અગાઉ ખાતા બંધ કરી દેનારાઓ કામચલાઉ રીતે કરવેરા સત્તાવાળાઓની કાર્યવાહીમાં ઉગરી જશે. જો ખાતાધારક જાણકારી નહીં પૂરી પાડે તો નાણાકીય સંસ્થાઓ અથવા બેન્કો ખાતેદારનું નામ, સરનામુ, જન્મ તારીખ ઉપરાંત બેન્ક બેલેન્સ અથવા કેલેન્ડર વર્ષમાં તેનું મૂલ્ય, કુલ વ્યાજ, ડિવિન્ડ અને ખાતામાં જમા અન્ય આવકની સાથે ફાઈનાન્શિલયલ  ખાતામાં વેચાણ અથવા રિડમ્પશન મારફતે જમા થયેલી રકમની જાણકારી ભારત સરકારને પૂરી પાડશે.

આ માહિતી ઈન્ફર્મેશન એન્ડ કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડના ઓટોમેટિક એક્સચેન્જનો ભાગ છે. આ પ્રકારની માહિતી પૂરી પાડવા બ્રિટન, સિંગાપુર, યુએઈ, મોરિશિયસ, જર્સી અને ભારત સહિતના 90 જ્યુરિસ્ડિકશન્સે સંમતી વ્યક્ત કરી છે