Tensions were raised in the river by 3 persons who were on duty in security in a private company
  • Home
  • Videos
  • Featured Videos
  • બે કાંઠે વહેતી નદી પાર કરવી ભારે પડ્યું, જોત જોતામાં 3 યુવાનો થયા પાણીમાં ગરકાવ

બે કાંઠે વહેતી નદી પાર કરવી ભારે પડ્યું, જોત જોતામાં 3 યુવાનો થયા પાણીમાં ગરકાવ

 | 12:26 pm IST

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ચારેકોર પાણી જ પાણી ભરાયા છે. તો નદીઓ જાણી રીતસરનો દરિયો બની ગઈ છે. ગાંડીતુર બનેલી નદીના પાણીમાં કેટલાક લોકો તણાયાની ઘટનાઓ પણ અવાર-નવાર સામે આવી રહી છે. આવી જ એક ઘટના દ્વારકાના હડમતીયા ગામ પાસે ઘટી હતી. અહીં નદીના ધસમસતા પ્રવાહમાં 3 લોકો તણાયા હતાં. આ ત્રણેય નદી પાર કરવાનું જોખમ ઉઠાવતા તણાયા હતાં. ભારે પૂરના કારણે નદીમાં 3 તણાયેલા વ્યક્તિમાંથી એક વ્યક્તિને લોકોએ બચાવી લીધો છે જ્યારે અન્ય 2ની શોધખોળ ચાલુ છે. બંને લાપતા વ્યક્તિઓને શોધી કાઢવા માટે ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. હવે તંત્રને જાણ કરાઈ ટીમોને બોલવવામાં આવી છે. ખાનગી કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 3 વ્યક્તિઓએ નદી પાર કરવાનું જોખમ ઉઠાવતા તણાયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન