tent collapses due to rain in barmer live video youtube ramkatha
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ચાલુ રામકથાએ પંડાલ તૂટતા કથાકાર ઉભી પૂછડીએ ભાગ્યા, થઈ ગયું હે રામ રામ…

VIDEO: ચાલુ રામકથાએ પંડાલ તૂટતા કથાકાર ઉભી પૂછડીએ ભાગ્યા, થઈ ગયું હે રામ રામ…

 | 11:30 am IST

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. આ દરમિયાન બાડમેરના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા ૧૪ લોકોની જિંદગી ભરખી ગઈ હતી. જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને તોફાનને કારણે રામકથાનો મહાકાય પંડાલ તૂટી પડયો હતો. જેમાંથી ૧૪ લોકો મોતને ભેટયા હતા તથા અનેક ઘાયલ થયા હતા. આ ઘટના સમયે મહારાજ જે રીતે વાત કરતા હતા એનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બાડમેર જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે પંડાલમાં 15૦૦ કરતાં પણ વધારે લોકો હાજર હતા. હાજર લોકોમાં મોટાભાગના વૃદ્ધ હતા. પંડાલ દુર્ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં મુરલીધર મહારાજ લોકોને પંડાલ ખાલી કરવાનું જણાવી રહ્યા હતા. જોકે આંખના પલકારામાં પંડાલ તૂટી પડયો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટનાની તપાસ તથા પીડિતોને સારી સારવાર મળે તેવો આદેશ આપ્યો હતો.

વડા પ્રધાન મોદીએ બાડમેર દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજસ્થાનના બાડમેરમાં પંડાલ તૂટી પડવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલદીથી સારા થઈ જાય તેવી શુભકામના. ઈશ્વર દિવંગતોની આત્માને શાંતિ બક્ષે. તો જુઓ અહીં વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન