3 મહિના સુધી લોનના હપ્તામાંથી રાહત, RBIએ કંઇ માફીની જાહેરાત નથી કરી, સમજો ગણિત – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 3 મહિના સુધી લોનના હપ્તામાંથી રાહત, RBIએ કંઇ માફીની જાહેરાત નથી કરી, સમજો ગણિત

3 મહિના સુધી લોનના હપ્તામાંથી રાહત, RBIએ કંઇ માફીની જાહેરાત નથી કરી, સમજો ગણિત

 | 2:45 pm IST
  • Share

કોરોના વાયરસના લીધે ગંભીર સંકટમાંથી પસાર થઇ રહેલા ભારતીય અર્થતંત્રમાં લોન લઇન મકાન ખરીદનાર, કાર ખરીદનાર, પર્સનલ લોન લેનાર કે અન્ય લેણદારોને ત્રણ મહિના સુધી ઇએમઆઇ ચૂકવવામાંથી રાહત મળી ગઇ છે. જો કે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારાઓને હાલ આ રાહત મળવાની નથી.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય નીતિને સમીક્ષા બાદ આજે કેટલીય મોટી જાહેરાતોમાં ટર્મ લોન લેનાર તમામ ગ્રાહકોને ત્રણ મહિના સુધી ઇએમઆઇ ચૂકવવો પડશે નહીં એ વાત પણ કહી. આ લાભ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કો, ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો કે કોઇ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીથી ટર્મ લોન લેનાર તમામ ગ્રાહકોને મળશે.

શું છે ટર્મ લોન?

બેન્કિંગ જગતમાં ટર્મ લોન એવી લોનને કહેવાય છે જેની ચૂકવણી માટે બેન્ક એક નિશ્ચિત રકમનો હપ્તો બાંધી આપે છે. તેને જ સામાન્ય ભાષામાં EMI કહેવાય છે. આ દ્રષ્ટિથી આ જાહેરાતનો લાભ હોમ લોન લેનારાઓને, કાર કે કોઇ બીજા મોટર વાહન માટે લોન લેનારાઓને, પર્સનલ લોન લેનારાઓ, મશીનરી માટે લોન લેનાર વેપારીઓ વગેરેને મળશે.

EMI એટલે કે લોનના હપ્તામાં ત્રણ મહિના રાહત, માફ થઇ નથી

રિઝર્વ બેન્કની જાહેરાત બાદ કેટલાંક લોકો એ માનવા લાગ્યા છે કે તેમણે ત્રણ મહિના સુધી લોનના ઇએમઆઇ ચૂકવવા પડશે નહીં. તેને ચૂકવવામાંથી મુક્તિ મળી જશે, પરંતુ વાત એમ નથી. આરબીઆઈએ માત્ર ત્રણ મહિના સુધી ચૂકવણી ટાળી છે. તેનો લાભ લેનાર ગ્રાહકોના હપ્તાના ત્રણ મહિના વધી જશે. આ ત્રણ મહિનાના સમયગાળાનું વ્યાજ પણ આપવું પડશે.

ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને હાલ રાહત નહીં

સ્ટેટ બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી કે ક્રેડિટ કાર્ડનું બિલ ટર્મ લોન નથી પરંતુ તમારી ખરીદીનું બિલ છે. આ રિઝર્વ બેન્કની જાહેરાતમાં સામેલ નથી. હા જો કોઇએ ક્રેડિટ કાર્ડથી મોટી ખરીદી કરી હોય અને તેને ઇએમઆઇમાં ફેરફાર કર્યો તો તેના પર લાગૂ કરી શકાય છે પરંતુ તેના માટે પણ સંબંધિત ઓથોરિટીનું એક ક્લેરિફિકેશન રજૂ કરવું પડશે.

ગ્રાહકો માટે રાહત

બેન્કના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે કોરોના વાયરસના પ્રકોપના લીધે અર્થતંત્રમાં બધું જ બરાબર ચાલી રહ્યું નથી. રિઝર્વ બેન્કે પણ સ્પષ્ટતા કરી કે ત્રણ મહિના સુધી ઇએમઆઇ ચૂકવ્યું નહીં તો તેના ક્રેડિટ સ્કોર પર કોઇ ફરક પડશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન