બુર્કીના ફાસોમાં ફ્રાન્સના દૂતાવાસ તથા સૈન્ય વડામથક પર હુમલો, 28ના મોત - Sandesh
  • Home
  • World
  • બુર્કીના ફાસોમાં ફ્રાન્સના દૂતાવાસ તથા સૈન્ય વડામથક પર હુમલો, 28ના મોત

બુર્કીના ફાસોમાં ફ્રાન્સના દૂતાવાસ તથા સૈન્ય વડામથક પર હુમલો, 28ના મોત

 | 3:17 pm IST

બુર્કીના ફાસોમાં શુક્રવારે બંદૂકધારીઓએ ફ્રાન્સના દૂતાવાસ અને સૈન્ય વડામથક પર હુમલો કર્યો હતો. હુમલામાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા અને 75 કરતાં વધારે લોકોને ઈજા થઈ હતી.

નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર કારમાં પાંચ બંદૂકધારીઓ આવ્યા હતા અને ફ્રાન્સના દૂતાવાસની દિશામાં જતાં લોકો પર એકાએક ગોળીબારનો આરંભ કર્યો હતો. ત્યારબાદ પોલીસ અને સૈના ગોઠવી દેવામાં આવી છે. આ જ સમયે બુર્કિના ફાસોની સેનાના વડામથક અને ફ્રાન્સના સાંસ્કૃતિક કેન્દ્ર પાસે પણ વિસ્ફોટ થયો હોવાનું અન્ય એક નજરે જોનારે જણાવ્યું હતું.
ફ્રાન્સના વિદેશપ્રધાન યેન યેવ્સ લી ડ્રેને જણાવ્યું હતું કે આ એક આતંકવાદી હુમલો હતો, તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. જોકે હુમલો કોણે કર્યો હતો, તેની હજુ સુધી જાણ થઈ નથી.

બુર્કીના ફાસોના સુરક્ષા સૂત્રોએ હુમલામાં 15 જણાં મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. સેનાના મેડિકલ ચીફ કર્નલ અમાદો કાફાનાદોએ જણાવ્યું હતું કે હુમલામાં 75ને ઈજા થઈ છે. ફ્રાન્સના દૂતાવાસ પરના હુમલામાં ચાર હુમલાખોરો ઠાર મરાયા છે. જ્યારે બીજા હુમલામાં બે હુમલાખોરોને ગોળીએ વિંધિ દેવાયા છે. માહિતી પ્રધાન રેમિસ ફલગાંસે જણાવ્યું હતું કે બંને આતંકવાદી ઘટના હતી.

છેલ્લાં બે વર્ષમાં વાગાડોગૂમાં આ ત્રીજો મોટો હુમલો છે. અગાઉના હુમલાની જવાબદારી ઈસ્લામિક આતંકીઓએ સ્વીકારી હતી. જાન્યુઆરી 2016માં વાગાડોગૂમાં જ હોટલમાં થયેલા હુમલામાં 30ના મોત થયા હતાં.