NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video પરથી જાણો કઈ રીતે આતંકવાદીઓએ કર્યો હતો બસ પર હુમલો

Video પરથી જાણો કઈ રીતે આતંકવાદીઓએ કર્યો હતો બસ પર હુમલો

 | 10:09 am IST

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેંગુ વિસ્તારમાં શસ્ત્રધારી ત્રાસવાદીઓએ અમરનાથયાત્રા કરીને પાછાં ફરી રહેલાં યાત્રીઓની બસ પર રાતે સાડા આઠના સુમારે હુમલો કરતાં ગુજરાતનાં સાત યાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૧૪ યાત્રીઓ ઘવાયાં હતાં. મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ થતો હતો. અથડામણમાં ત્રણ સુરક્ષાકર્મી ઘવાયા હતા. અમરનાથયાત્રા પૂરી કરીને યાત્રીઓ ગુજરાતની બસમાં પાછાં ફરી રહ્યાં હતાં. યાત્રીઓને લઈ જઈ રહેલી બસ બાલતાલથી મીરબજાર જઇ રહી હતી. શ્રદ્ધાળુઓ પરના આ હુમલાથી સમગ્ર દેશમાં ખુબ આક્રોશ છે. પીએમ મોદીએ પણ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. જો કે આતંકીઓના આ કાયરતાપૂર્ણ હુમલાની શ્રદ્ધાળુઓ પર કોઈ અસર પડી નથી. આ હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓના મન મક્કમ છે અને તેમની આસ્થા અડગ છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો આગામી જથ્થો આજે રવાના થઈ ગયો છે