Terrorist Stand Ahead In Line During Breakfast Before Blast
  • Home
  • Featured
  • શ્રીલંકા: હુમલાખોરને લઇને થયો મોટો ખુલાસો, નાશ્તાની લાઇનમાં ઊભા રહીને મચાવી તબાહી

શ્રીલંકા: હુમલાખોરને લઇને થયો મોટો ખુલાસો, નાશ્તાની લાઇનમાં ઊભા રહીને મચાવી તબાહી

 | 11:36 pm IST

શ્રીલંકામાં 8 શ્રેણીબદ્ધ બૉમ્બ ધમાકામાંથી એકને અંજામ આપનાર આત્મઘાતી હુમલાખોર બ્લાસ્ટ પહેલા નાશ્તા માટે હોટલની કેન્ટીનમાં લાઇનમાં લાગ્યો હતો. સિનામો ગ્રેન્ડ હોટલનાં એક અદિકારીએ જણાવ્યું કે હુમલાખોર મોહમ્મદ અજ્જામ મોહમ્મદ એક રાત પહેલા જ અહીં રોકાયો હતો. હોટલનાં મેનેજરે જણાવ્યું કે તે આંતકી રેસ્ટોરેન્ટમાં ઈસ્ટરની સવારે નાશ્તાની લાઇનમાં સૌથી આગળ આવીને ઊભો રહ્યો હતો અને પછી બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

મેનેજરે નામ ના જાહેર કરવાની શરત પર જણાવ્યું કે તે વખતે ઘણી ભીડ હતી. આ હુમલામાં હૉટલનો એક કર્મચારી પણ મર્યો જે લોકોને બ્રેકફાસ્ટ પીરસવાનાં કામમાં લાગ્યો હતો. આ હૉટલમાં વીકન્ડ પર મોટા પ્રમાણમાં ભીડ જામે છે. મેનેજરે જણાવ્યું કે, “તેણે હાથમાં પ્લેટ પકડી રાખી હતી અને જ્યારે તેને નાશ્તો પીરસવાનો હતો, ત્યારે તેણે આ વિનાશકારી હુમલાને અંજામ આપ્યો.”

ખોટા સરનામાથી હોટલમાં રોકાયો હતો હુમલાખોર

મેનેજરે જણાવ્યું કે, “તે સમયે સવારનાં સાડા આઠ વાગી રહ્યા હતા અને વ્યસ્તતા હતી. ત્યાં ઘણા પરિવાર હતા. તે લાઇનમાં સૌથી આગળ ઊભો હતો અને વિસ્ફોટ કરી દીધો.” મેનેજરે કહ્યું કે, “અમારા સંચાલકોમાંથી એક જે તે સમયે મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા, તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.” હુમલાખોરનું પણ મોત થયું છે. પોલીસ તેની લાશને ઘટનાસ્થળેથી લઇ ગઇ છે. હૉટલનાં એક અન્ય અધિકારીએ જણાવ્યું કે હુમલાખોર શ્રીલંકાઈ નાગરિક હતો અને તે એક ખોટા સરનામાથી હૉટલમાં રહ્યો હતો. તેણે જણાવ્યું હતુ કે તે બિઝનેસનાં કામથી શહેરમાં છે.

વિસ્ફોટથી જમીન પર આવી ગઈ ચર્ચની છત

હૉટલ સિનામો ગ્રેન્ડમાં જ્યારે બ્લાસ્ટ થયો તે સમયે અન્ય હૉટલો શંગરી-લા અને કિગ્સબરીમાં પણ ધમાકા થયા. આ ઉપરાંત ત્રણ ચર્ચમાં પણ બ્લાસ્ટ થયો હતો. કુલ 8 બ્લાસ્ટમાં 215 લોકોનાં મોત થયા છે. શ્રીલંકાનાં ઐતિહાસિક સેંટ એન્થની ચર્ચમાં થયેલો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ચર્ચની છત નીચે પડી ગઈ હતી. આ હુમલામાં 3 ભારતીય સહિત 35 વિદેશીઓનાં મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન