GREF કેમ્પ પર હુમલો કર્યા બાદ આતંકીઓ ભાગી છૂટવામાં નિવડ્યા હતા સફળ

પાકિસ્તાની આતંકવાદીઓ અખનૂર સેક્ટરમાં GREF કેમ્પ પર હુમલો કરીને ભારતીય લશ્કર જવાબ આપે તે પહેલા જ ચાલી ગયા

197
Soldiers At border

જમ્મૂથી 105 કિમી દૂર અગ્ર યુદ્ધ વિસ્તારમાં આર્મિનું હેલિકોપ્ટર એક સર્ચ ઓપરેશન દરમિયાન GREF કેમ્પની બહાર આકાશમાં ચક્કર કાપતું રહ્યું કે જ્યાં 9મી જાન્યુઆરીએ આતંકવાદી હુમલો થયો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના આતંકીઓએ અખનૂર સેક્ટરમાં બટ્ટનમાં GREFકેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં 3 કામદારોના મોત થયા હતા, તેમને સુરક્ષા દળો દ્વારા ક્યારેય પડકારવામાં આવ્યા ન હતા. આ માહિતી પ્રાથમિક તપાસમાં ખુલવા પામી છે.

કેમ્પમાં મધ્યરાત્રિ પછી લગભગ 1.15 મિનિટે આતંકીઓ દાખલ થયા હતા તે પછી તેમણે અંધાધૂંધ ગોળીઓ વરસાવી બધું રમણભૂટ કરી નાંખ્યું. અને ગ્રેનેટ પણ છોડ્યા.

ધ ફસ્ટ ક્વિક રિએક્શન ટીમ(QRT) કે જેમાં ભારતીય સેનાના તાલિમબદ્ધ કમાન્ડો છે તે ઘટના પછી અડધી કલાકે ત્યાં પહોંચી શક્યાં. એટલાં સમયમાં આતંકવાદીઓ કોઈ પણ પદચિહ્નો છોડ્યા વગર હુમલો કરીને સુરક્ષિત ભાગી છૂટ્યા.

petrolling-in-battan

પ્રતિઘાત કરવામાં આટલી વાર લાગવાની વાત આશ્રર્યજનક છે. ત્યાં પહેલેથી જ  લશ્કરી ટૂકડી અને એન્જીનિયર્સના  ઓછામાં ઓછા બે ભારતીય જવાનો તૈનાત હોય છે. GREF કેમ્પ અને લશ્કરી છાવણી બિલકુલ નજીક છે તેમની વચ્ચે માંડ 500થી 700 મીટરનું અંતર છે. ક્યૂઆરટી ટીમ પહોંચી તે પહેલાં આતંકવાદીઓ છૂ થઈ ગયા. સૂત્રોએ ભારતમાં આવેલી એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીને કહ્યું કે તેમનો જોરદાર સામનો કરવામાં આવ્યો ન હતો.

સૂત્રોએ જણાવ્યું કે સેનાના પ્રવક્તાએ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “ઘટના સ્થળથી નજીક ઈન્ફેન્ટરી બટાલિયનની તૈયાર કરવામાં આવેલી ક્વીક રિપોન્સ ટીમને તત્કાળ કાર્યાન્વિત કરવામાં આવી હતી. તે 30 મિનિટમાં તો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.” પ્રવક્તાએ કહ્યું કે, “આતંકવાદનો સામનો કરવા માટે, સામાન્ય ઓપરેટિવ પધ્ધતિ અનુસાર દરેક યુનિટ અને પેટા યુનિટ ક્યુઆરટી ટીમ ધરાવે છે.”

પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે આતંકવાદીઓ લાઈન ઓફ કન્ટ્રોલ પારથી ઘૂસ્યા હતા. લાઈન ઓફ કન્ટ્રોલ કે જે ઘટના સ્થળથી 3થી 5 કિમીના અંતરે આવેલી છે. GREF કેમ્પ પાસેથી મનવર તવી નદી આવેલી છે કે જે ભારતમાંથી પાકિસ્તાનમાં વહે છે. એવી આશંકા સેવવામાં આવી રહી છે કે આતંકવાદીઓ ગાઢ ઘુમ્મસ અને અઁધારામાં આ સ્થળેથી ઘૂસ્યા હતા.

ભારતીય સેના એ હુમલા પછી આતંકવાદીઓને શોધી કાઢવા સર્ચ અભિયાન હાથ ધર્યું છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. પણ હજી સુધી આતંકવાદીઓની કોઈ ભાળ મળી નથી.

આવું પહેલી વાર થયું નથી. પ્રશ્નો એ ઉભા થાય છે કે આતંકવાદીઓ દ્વારા ભારતીય લશ્કરી છાવણી પર અવારનવાર હુમલા થતા હોવા છતાં, ભારતીય લશ્કરી દળ દ્વારા આતંકવાદીઓનો પ્રતિકાર કરવામાં આટલી વાર શા માટે? ગયા સપ્ટેમ્બરમાં 4 આતંકવાદીઓ એક કિલોમીટર ચાલીને ઉરી બ્રિગેડ કમાન્ડ વિસ્તારમાં ઘૂસી ગયા હતા અને 19 સૈનિકોને મોતે ઘાટ ઉતારી દીધાં હતા.