અમરનાથ યાત્રાળુઓ પર હુમલો: હર્ષ દેસાઇએ વર્ણવી આતંકી હુમલાની કંપાવનારી પળ - Sandesh
NIFTY 10,559.45 +33.25  |  SENSEX 34,428.73 +97.05  |  USD 65.7800 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરનાથ યાત્રાળુઓ પર હુમલો: હર્ષ દેસાઇએ વર્ણવી આતંકી હુમલાની કંપાવનારી પળ

અમરનાથ યાત્રાળુઓ પર હુમલો: હર્ષ દેસાઇએ વર્ણવી આતંકી હુમલાની કંપાવનારી પળ

 | 7:41 am IST

શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બસના ડ્રાઇવર અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઇએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પણ ખ્યાલ આવી ગયો હતો કે આતંકવાદી હુમલો છે. બસની આગળ 25 આતંકીઓનો ઘેરો હતો. પણ બસ ચલાવાનું બંધ ના કર્યું અને પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડમાં બસ હાંક્યા પછી આર્મીની ગાડી મળી હતી. એક આતંકવાદી તો બસમાં ચઢવા જતો હતો. કન્ડકટરે તેને ધક્કો મારીને બહાર ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. તે અંદર ઘૂસી ગયો હોત તો એકેય બાકી ન બચ્યાં હોત.

લગભગ 25 જેટલા આતંકીઓએ ધડાધડ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. જાણે વીડિયો ગેમ રમતાં હોય તેમ મન ફાવે તેમ ગોળી વરસાવતા હતા. મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાલ આવતાં જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી. પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી. તેઓ તરત જ આતંકીઓને પકડવા રવાના થયા, પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતાં.

શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુએ ગયેલા ગુજરાતીઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. આતંકવાદીઓએ ઓમ ટ્રાવેલ્સની બસ પર હુમલો કર્યો હતો, ત્યારે ટુર ઓપરેટર અને હર્ષ દેસાઇને પણ બે ગોળી વાગી હતી. હર્ષ દેસાઇએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી થોડે આગળ ગયાને તરત જ બસને ઘેરી વળીને મન ફાવે તેમ ગોળીઓ મારી હતી.

હર્ષ દેસાઇએ જણાવ્યું હતું કે, અમે શ્રીનગરથી 63 કિલોમીટર આગળ પહોંચ્યા હતા. ત્યાં વળાંક લેતાં જ આતંકીઓએ ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. મને બે ગોળી વાગી છે. એક પગમાં અને ખભા પર. વલસાડના તમામ યાત્રીઓ સુરક્ષિત છે. મૃતકો દમણના છે. જો કે આ પ્રાથમિક માહિતી છે. મારા પિતા જવાહર દેસાઈ પણ એકદમ સુરક્ષિત છે. અમને બધાને શ્રીનગર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્રણ બસ એક સાથે નીકળી હતી પરંતુ સાઈટ સીઈંગની લાલચમાં અમારી બસ પાછળ પડી ગઈ હતી. અંધારું થવા માંડ્યું હતું. કંઈ ખ્યાલ આવતો ન હતો. અચાનક જ ગોળીબાર શરૂ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ આતંકવાદી હુમલો છે.

વલસાડથી 4 બસ એકસાથે અમરનાથ યાત્રાએ ગઈ હતી જ્યાં ઓમસાઈ ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોએ સાઇટ સીનની જીદ કરતા ઘટના બનેલી બસ એકલી થઈ ગઈ હતી. વલસાડની ઓમ ટ્રાવેલ્સના જવાહરભાઈને આ બસ હરિભાઈએ થોડા સમય પૂર્વે વેચી હોવાનું આવ્યુ સામે છે. 22 દિવસની પરમીટ સાથે વલસાડથી અમરનાથ યાત્રા કાઢવામાં આવી હતી.