રોકેટ મારફતે મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલી કાર તેનો માર્ગ ભુલી - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • રોકેટ મારફતે મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલી કાર તેનો માર્ગ ભુલી

રોકેટ મારફતે મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલી કાર તેનો માર્ગ ભુલી

 | 7:41 pm IST

મંગળ ગ્રહની કક્ષામાં સ્પેસએક્સ કંપની તરફથી રોકેટ સાથે મોકલવામાં આવેલી સ્પોર્ટ્સ કાર પોતાનો માર્ગ ભટકી ગઈ છે. ફાલ્કન હેવી નામના રોકેટ સાથે મોકલવામાં આવેલી ટેસ્લા કાર રોકેટમાંથી છુટી પડીને મંગળ અને પૃથ્વી વચ્ચેની કક્ષામાં સ્થાપિત થવાની હતી. પરંતુ, રોકેટમાંથી નિકળતી સમયે આ કાર ફસાઈ ગઈ હતી અને અવકાશમાં અવળા રસ્તે ચાલી ગઈ.

સ્પેસએક્સ તરફથી લોન્ચ કરવામાં આવેલા ફાલ્કન હેવી રોકેટનું વજન લગભગ 63.8 ટન છે, જે લગભગ બે સ્પેશ શટલના વજન બરાબર છે. આ રોકેટમાં 27 મર્લિન એન્જિન લગાવવામાં આવ્યાં હતાં અને તેની લંબાઈ 230 ફૂટ છે. આ રોકેટ 23 માળની ઈમારત બરાબર છે.

સ્પેસએક્સના માલિક એલન મસ્કએ કહ્યું હતું કે આ કાર હવે અન્ય નાના ગ્રહો નજીક છે. તેમણે ટ્વિટ કરી કહ્યું હતું કે – આ કારને છુટી પાડવા માટે જે ઈન્જીનનો વિસ્ફોટ કરવાનો હતો, તે એટલો તીવ્ર હતો કે આ કાર તેના નિર્ધારીત માર્ગથી ભટકી ગઈ હતી. કારના નિર્ધારીત રૂટમાં ફેરફાર થવો ત્તે સ્પેસએક્સ માટે ચિંતાનો વિષય છે.

જોકે કોઈ ખાનગી કંપનીએ કોઈ સરકારી મદદ વગર જ આટલુ મોટું રોકેટ બનાવ્યું હોય તેવું કઈં પહેલી વાર નથી બન્યું. જો આ મિશન સફળ રહ્યું તો આવનાર સમયમાં સ્પેસએક્સ એરફોર્સના સેટેલાઈટ્સને અવકાશ સુધી પહોંચવામાં મદદરૂપ થશે જે ફાલ્કન 9 માટે ભારે હોય છે. એટલું જ નહીં તેનાથી નાસાને પણ મદદ મળશે.