test squad against south africa interesting facts about shubman gill
  • Home
  • Sports
  • Cricket
  • ઓપનર કેએલ રાહુલ પર કેમ ભારે પડ્યો આ લબરમૂછડીયો ખેલાડી, જાણો શું છે ખાસ

ઓપનર કેએલ રાહુલ પર કેમ ભારે પડ્યો આ લબરમૂછડીયો ખેલાડી, જાણો શું છે ખાસ

 | 7:14 pm IST

ભારતીય ટીમને 2 ઓક્ટોબરથી સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ ઘરેલૂ સિરીઝ માટે પસંદગીકર્તાઓએ ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. ખુબ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં બેઅસર દેખાઇ રહેલ કેએલ રાહુલને ટીમથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને પંજાબના યુવા બેટ્સમેન શુભમન ગિલને તક આપવામાં આવી છે. આ પ્રથમવાર છે, જ્યારે 20 વર્ષિય ગિલનું ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ છે. ગિલ પોતાના શાનદાર રમતથી સતત પસંદગીકર્તાઓને પ્રભાવિત કરી રહ્યો હતો અને આખરે તે ટેસ્ટ મેચમાં પોતાનું સ્થાન નિર્ધારિત કરવામાં સફળ રહ્યો. ગિલ અંડર 19 વર્લ્ડ કપથી જ પોતાના પરફોર્મંશની છાપ છોડી રહ્યો છે અને આ પહેલા તેને ટીમ ઇન્ડિયામાં વન-ડે મેચમાં પણ તેને તક મળી હતી.

શુભમન ગિલએ વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડ કપથી પોતાના પ્રદર્શનથી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. પૃથ્વી શોની કેપ્ટનશીપમાં તેને આ પુરસ્કાર પોતાના નામે કર્યો, જેમા ગિલ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો. ગિલએ આ ટૂર્નામેન્ટમાં 5 મેચ રમીને 124ની સરેરાશથી 372 રન બનાવ્યા હતા, જેમા 3 હાફ સેંચુરી અને 1 સદી તેના નામે હતી.

આ વર્ષે જ ગિલને આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 3.2 કરોડ રૂપિયાની બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ગિલે ત્યારે કેકેઆરને 13 મેચ રમી 203 રન બનાવ્યા હતાં. જેમા એક હાફ સેંચુરી પણ સામેલ હતી. વર્ષ 2019ના આઇપીએલ એડિશનમાં ગિલને 14 મેચ રમવા મળી અને તેને 13 ઇનિંગમાં 296 રન બનાવ્યા, જેમા ત્રણ હાફ સેંચુરી પણ સામેલ હતી.

આ દરમિયાન પોતાની રમતથી સતત પ્રભાવિત કરી રહેલ ગિલએ 2019માં પ્રથમવાર વન-ડે ટીમમાં સ્થાન પણ મળ્યુ. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાર પર હતી અને વર્લ્ડ કપની તૈયારીઓમા વ્યસ્ત હતી. ગિલને આ પ્રવાસ પર વન-ડે મેચ રમવાની તક મળી હતી. પરંતુ આ દરમિયાન તે 2 બેચોમાં કુલ 16 રન જ બનાવી શક્યો હતો અને તેનો સર્વોચ્ચ સ્કોર 9 રન હતો.

આ વીડિયો પણ જુઓ : કરજણના ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન