Test Team declared for series against South Africa
  • Home
  • Sports
  • Cricket
  • INDvsSA: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો રોહિત શર્માનું શું થયું?

INDvsSA: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો રોહિત શર્માનું શું થયું?

 | 5:02 pm IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. ટી20 સિરીઝની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે. જ્યારે હવે ટેસ્ટ મેચ ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાવનારી ટેસ્ટ મેચ સિરીઝમાં KL રાહુલને બાકાત રાખવામાં આવ્યો છે. જ્યારે તેની જગ્યાએ અનુભવી અને ઇનફોર્મ ખેલાડી રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે. ઉપરાંત પંજાબના પ્લેયર શુભમન ગિલને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. ઉપરાંત મયંક અગ્રવાલ, વિરાટ કોહલી(C), ચેતેશ્વર પુજારા, આજિંક્ય રહાણે(vc), હનુમા વિહારી, રિષભ પંત(wk), રિદ્ધિમાન સાહા(wk)ને સામેલ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરે એવી સંભાવના છે. જો આવું થશે તો 27 ટેસ્ટ મેચોના કરિયરમાં રોહિત શર્મા પ્રથમવાર ઇનિંગની શરૂઆત કરશે.

ઉપરાંત બોલરની વાત કરીએ તો ટેસ્ટ ટીમમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્માને તક આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે.

આ વીડિયો પણ જુઓ: શિક્ષીકાઓએ સતત બીજા દિવસે કામનો બહિષ્કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન