testy recipe kobij magdal nu shaak
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લીલા શાક સાથે દાળનું કૉમ્બિનેશન ટ્રાય કરવું હોય છે સારો વિકલ્પ છે કોબીજ મગદાળનું શાક

લીલા શાક સાથે દાળનું કૉમ્બિનેશન ટ્રાય કરવું હોય છે સારો વિકલ્પ છે કોબીજ મગદાળનું શાક

 | 3:20 pm IST
  • Share

આપણે ઘણીવાર લીલા શાકભાજી સાથે દાળ ભેગી કરીને જુદા-જુદા પ્રકારના શાક બનાવતા હોઈએ છીએ, પણ એમાં પણ આપણે ત્યાં તાંદળજાની ભાજી સાથે દાળનું શાક બનાવવામાં આવે છે. ત્યારે આજે તમને એક નવું કૉમ્બિનેશન જણાવીશું, આ કૉમ્બિનેશન છે કોબીજ અને મગની દાળનું. તો જાણી લો રેસિપી –

સામગ્રી:

  • 1 કપ ઝીણું સમારેલું કોબીજ
  • અડધો કપ મગની મોગર દાળ
  • 1 ચમચી આદું- મરચાંની પેસ્ટ
  • 2 ચમચી તાજું નાળિયેરનું છીણ
  • પા ચમચી મરચું પાઉડર
  • પા ચમચી હળદર
  • ચપટી રાઇ
  • ચપટી જીરું
  • વઘાર માટે તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • વઘારનું આખું લાલ મરચું
  • મીઠા લીમડાનાં પાન
  • ચપટી હીંગ

રીત:

મગની દાળને બે કલાક પહેલાં પલાળી રાખો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, હીંગનો વઘાર કરો. સમારેલી કોબીજ ઉમેરો અને ચાર-પાંચ મિનિટ હલાવીને ચડવા દો. પછી તેમાં પલાળેલી મગની દાળ પાણી નિતારીને ઉમેરો. મીઠું, મરચું, હળદર, આદું-મરચાંની પેસ્ટ, નાળિયેરનું છીણ ઉમેરી ચાર-પાંચ મિનિટ ચડવા દેવું. હવે એ જ વઘારની વાટકીમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠા લીમડાનાં પાન અને આખું લાલ મરચું નાંખી તૈયાર વઘારને શાક ઉપર રેડી દેવો. ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક માણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન