texas skydivers jump from 14000 ft and ate pizza video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ 4 શખ્સોએ ભારે કરી! 14 હજાર ફૂટની ઉંચાઈએ જઈને ખાધા પીઝા, વીડિયો ચારેકોર વાયરલ

આ 4 શખ્સોએ ભારે કરી! 14 હજાર ફૂટની ઉંચાઈએ જઈને ખાધા પીઝા, વીડિયો ચારેકોર વાયરલ

 | 3:24 pm IST
  • Share

ઘણા લોકોને પીઝા ખુબ ભાવતા હોય છે અને આવા લોકો પીઝા ખાવા માટેનો કોઈ સમય નથી જોતા. એમને 24 કલાકમાંથી કોઈપણ સમય અને કોઈપણ જગ્યાએ પીઝા ખાવા આપો તો એ લોકો ઝાપટી જાય. હાલમાં પણ કંઈક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાર સ્કાઈડાઈવર્સે આકાશમાં 14000 ફૂટની ઉચાઈએ ડાઈવિંગ કરતાં કરતાં પીઝા ખાધા છે. એટલું જ નહીં પણ તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ મામલો અમેરિકાના ટેક્સાસનો છે. કેટલાય દિવસોની તૈયારી બાદ તેઓ આ કારનામું કરી શક્યા હતા. જોઈ શકાય છે કે બે લોકોના હાથમાં પીઝાનો ડબ્બો હોય છે. તે બન્ને ઉપરથી જંપ કરે છે. પછી હવામાં ઉડતાં ઉડતાં જ ડબ્બો ખોલે છે અને પીઝા ખાય છે. તો અહીં જુઓ આ મજેદાર વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન