ટેક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટમાં BAJAJ STEEL INDUSTRIES આકર્ષક બેટ બની રહે - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ટેક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટમાં BAJAJ STEEL INDUSTRIES આકર્ષક બેટ બની રહે

ટેક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટમાં BAJAJ STEEL INDUSTRIES આકર્ષક બેટ બની રહે

 | 12:15 am IST

શેર-સ્વેપ :- પ્રતિત પટેલ

૧૯૬૧માં સ્થપાયેલી બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નાગપુર ખાતે પ્લાન્ટ ધરાવે છે. કંપનીના નામમાં સ્ટીલ છે પણ કંપની સ્ટીલ સેક્ટરમાં નહીં પણ મશીનરીનું ઉત્પાદન કરે છે. કંપની દેશમાં અગ્રણી કોટન જિનિંગ અને પ્રોસિંગ મશીનરી બનાવતી કંપની ગણાય છે. કંપની આ સિવાય વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતી ઇલેક્ટ્રિકલ પેનલ બનાવે છે. બિલ્ડિંગ અને મશીનરી એપ્લિકેશન્સ માટે કંપની હાઈ ક્વોલિટીના સ્ટ્રક્ચરલ ફેબ્રિકેશન બનાવે છે. જરૂરિયાત મુજબ કંપની મશીનરી, કોમ્પોનન્ટ અને પાર્ટ્સ પણ બનાવી આપે છે. આ ઉપરાંત પણ કંપની ઘણા બધા પ્રકારની મશીનરી પ્રોડક્ટ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સનું ઉત્પાદન કરે છે. કંપની તમામ પ્રકારની જિનિંગ ટેક્નોલોજીસ માટે મશીનરી બનાવતી વિશ્વની એક માત્ર કંપની છે. કંપની કોટનના ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલી છે.

કંપનીની ઇક્વિટી માત્ર ૨.૩૫ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૫૩.૩૪ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૩૬.૬૨ ટકા ને પબ્લિક ૬૩.૩૮ ટકા સ્ટેક ધરાવે છે. કંપનીના શેરની બુક વેલ્યૂ રૂ. ૨૩૬.૯૭ જેટલી ઊંચી છે અને વર્તમાન ભાવે સ્ટોક માત્ર ૦.૯૦ના સાવ જ નીચા પ્રાઈઝ ટુ બુકવેલ્યૂથી ક્વોટ થઈ રહ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર ક્વાર્ટરમાં અને પહેલા નવ મહિનામાં કંપનીએ ટર્નએરાઉન્ડ પરિણામો દર્શાવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. ૧.૦૨ કરોડની નુકસાની સામે રૂ.૩.૫૩ કરોડનો નફો હાંસલ કર્યો છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનામાં કંપનીએ રૂ. ૧૦.૧૧ કરોડની મોટી નુકસાની ભૂંસીને રૂ. ૫.૬૧ કરોડનો આકર્ષક નફો દર્શાવ્યો છે અને રૂ. ૨૩.૯૦ની ઈપીએસ પણ હાંસલ કરી છે.

૨૧ નવેમ્બર ૨૦૧૭ના રોજ કંપનીએ બીએસઈને જણાવ્યું હતું કે કંપનીને ઇજિપ્તિયન હોલ્ડિંગ કંપની તરફથી રોટોબાર જિનિંગ ટેક્નોલોજી બેઇઝ ૩ જિનિંગ પ્લાન્ટ માટે ૭૦,૦૫,૫૯૧ ડોલરનો પ્રેસ્ટિજિયસ ઓર્ડર મળ્યો છે. ડોમેસ્ટિક લેવલે પણ સરકાર ટેક્સ્ટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે આ પ્રકારની મશીનરીની માગ વધતી જોવા મળી શકે છે. ટેક્સ્ટાઈલ મશીનરી સેક્ટરમાં દિગ્ગજ એવી લક્ષ્મી મશીન વર્કસનો સ્ટોક હાલમાં જ આવા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ રૂ. ૬,૮૩૫ની નવી ઊંચી સપાટીએ સ્પર્શ્યો છે ત્યારે ટર્નએરાઉન્ડ પરિણામો અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક વર્તમાન ભાવે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. શેરનો ઓલટાઈમ હાઈ ભાવ રૂ. ૩૫૦ છે જેની સામે સ્ટોક હાલમાં રૂ. ૨૧૩ આસપાસ મળી રહ્યો છે. રૂ. ૧૮૦ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ છે. ઉપરમાં સ્ટોક મધ્યમથી લાંબાગાળામાં રૂ. ૨૮૦-૩૦૦ની સપાટીને સ્પર્શતો જોવા મળી શકે છે.

;