Thackeray Gave Reply To Owaisi On Ayodhya Judgment
  • Home
  • Ayodhya Verdict
  • અયોધ્યા કેસ: ઔવેસી પર વરસ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું – તમે સુપ્રીમ કોર્ટ નથી

અયોધ્યા કેસ: ઔવેસી પર વરસ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું – તમે સુપ્રીમ કોર્ટ નથી

 | 7:09 pm IST

અયોધ્યા વિવાદ મામલે 70 વર્ષો સુધી કાયદાકીય લડાઈ અને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી સતત ચાલેલી સુનાવણી બાદ શનિવારનાં ઐતિહાસિક ચુકાદો આવ્યો. ચુકાદો વિવાદાસ્પદ જમીન પર રામલલાનાં હકમાં સંભળાવવામાં આવ્યો. ચુકાદામાં કહેવામાં આવ્યું કે રામ મંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. અદાલતે કહ્યું કે, વિવાદીત 02.77 એકર જમીન કેન્દ્ર સરકારનાં કબજામાં રહેશે. કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને મંદિર બનાવવા માટે 3 મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આજનો દિવસ સુવર્ણ અક્ષરોથી લખાશે. ન્યાય દેવતાને પ્રણામ. આટલા દિવસોથી રામની વાર્તાઓ સાંભળી રહ્યા હતા, આજે વિવાદ ખત્મ થયો છે. તમામ સમાજનો ધન્યવાદ. આજે તમામને બાલાસાહેબની યાદ આવી રહી છે. તેમણે પહેલા કહ્યું હતુ કે ગર્વથી કહો અમે હિંદુ છીએ. હું અડવાણીને મળીશ.”

ઠાકરેએ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનાં અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસીને જડબાતોડ જવાબ આપતા કહ્યું છે કે, “તેઓ સુપ્રીમ કોર્ટ નથી.” ઉલ્લેખનીય છે કે ઔવેસીએ ચુકાદા પર નારાજગી જાહેર કરી છે. તો બીજી તરફ સુન્ની વક્ફ અયોધ્યા પર પુન:વિચાર યાચિકા દાખલ નહીં કરે. મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારી ચુકાદાથી સંતુષ્ટ છે.

ઠાકરેએ એ પણ કહ્યું કે, તેઓ 24 નવેમ્બરનાં અયોધ્યા જશે. તેમણે કહ્યું કે, “આનંદ છે, તમામને થવો જોઇએ, આનાથી કોઇને તકલીફ ના થવી જોઇએ. શિવનેરી જ્યાં શિવાજીનો જન્મ થયો હતો ત્યાં માટી લઇને ગયો હતો. એક વર્ષની અંદર કામ થયું, હવે શિવનેરી જઇને નમન કરીશ.”

આ વિડીયો પણ જુઓ: રામમંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાંત સોમપુરા સાથે સંદેશ ન્યૂઝની વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન