thai-boys-in-cave-says-rescue-mission-chief
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • થાઈલેન્ડ: ગુફામાં ફસાયેલા 13 બાળકો માટે સારા સામાચાર, તૈયાર કરાયો આવો મેગા પ્લાન

થાઈલેન્ડ: ગુફામાં ફસાયેલા 13 બાળકો માટે સારા સામાચાર, તૈયાર કરાયો આવો મેગા પ્લાન

 | 7:12 pm IST

થાઈલેન્ડની એક ગુફામાં 23 જૂનથી ફસાયેલી યુવા ફૂટબૉલ ટીમના 12 ખેલાડીઓ અને કોચને બહાર કાઢવા માટે અનૂકૂળ પરિસ્થિતિ બનતી નજરે પડી રહી છે અને આગામી 48-72 કલાક ઘણા મહત્વપૂર્ણ રહેનાર છે. રાહત મિશનના ચીફે શનિવારે જણાવ્યું કે, ફરીથી વરસાદ પડવાથી અને કાર્બન ડાયોક્સાઈડનું સ્તર વધવાથી આવનારા દિવસોમાં પૂરગ્રસ્ત ગુફામાંથી બાળકોને સરળતાથી બહાર કાઢી શકાશે. ચીફે આ વાત એવા સમયે જણાવી છે જ્યારે હવામાન વિભાગે દેશમાં શનિવારથી ભારે વરસાદની ચેતવણી આપી છે. આ તમામ વાતો વચ્ચે બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે દુનિયાભરમાં પ્રાર્થના થઈ રહી છે.

23 જૂને થામ જુઆંગ ગુફામાં વાઈલ્ડ બોઅર ફૂટબૉલ ટીમના 12 ખેલાડીઓ અને કોચ ફસાયા બાદ આખા દેશનું ધ્યાન તેમના પર મડારાયેલું છે. રાહત ટીમના ચીફ નારોનગસાન ઓસોતાનકોનને પત્રકારોને જણાવ્યું કે, હવે આગામી 3 કે 3 દિવસોમાં પાણી, હવામાન અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેમને બહાર કાઢવા માટે શ્રેષ્ઠ સમય છે. અમે શું કરી શકીએ છીએ તેને લઈને અમે સ્પષ્ટ નિર્ણય લેવાનો બાકી છે.

ઓક્સિજનનું સ્તર જ્યાં સ્થિર થઈ ગયું છે અને ઓસોતાનકોન જણાવે છે કે, જ્યારે અમને ગુફામાંથી બહાર કાઢવામાં આવશે ત્યારે કાર્બન ડાયોક્સાઈડનું સ્તર અને વરસાદ ઉપર પણ વિચાર કરવો પડશે. તેમણે કહ્યું, વિસ્તારમાં જળનું પ્રમાણ વધી શકે છે, જ્યાં બાળકો બેઠા છે ત્યાંનો વિસ્તાર માત્ર 10 વર્ગ મીટરનો રહી ગયો છે. અગાઉ શનિવારે સવારે તેમણે કહ્યું હતું કે, બાળકો ગુફામાંથી બહાર તળીને બહાર નીકળનાની સ્થિતિમાં નથી.