Perth vet Craig Challen with Dr Harris after the successful rescue
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • થાઇલેન્ડ: ગુફામાંથી બાળકોને બહાર કાઢ્યાની થોડીક ક્ષણોમાં ‘અસલી હીરો’ને મળ્યા દુ:ખદ સમાચાર

થાઇલેન્ડ: ગુફામાંથી બાળકોને બહાર કાઢ્યાની થોડીક ક્ષણોમાં ‘અસલી હીરો’ને મળ્યા દુ:ખદ સમાચાર

 | 3:42 pm IST

23 જૂનથી ગુફામાં ફસાયેલા બાળકોને જ્યારે બહાર નીકાળવામાં આવ્યા ત્યારે થાઇલેન્ડ જ નહીં આથી દુનિયાના ચહેરા પર રાહતના શ્વાસની સાથે ખુશીની લહેર હતી. તનતોડ મહેનત અને પ્લાનિંગ બાદ જ આ અશકય લાગી રહેલ મિશનને શકય બનાવાયું. બચાવ કાર્ય માટે 100થી વધુ કર્મી ગુફાની અંદર હતા અને કુલ 1000 લોકો બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા. એક મરજીવાએ કહ્યું કે છેલ્લાં 9 દિવસમાં તેમણે 63 કલાક ગુફાની અંદર વીતાવ્યા છે, જે પોતાનામાં જ ખૂબ મુશ્કેલ કામ છે. આવો અમે તમને જણાવીએ કે આ લોકો અંગે જે હકીકતમાં આ રેસ્કૂય મિશનના હીરો બની ગયા છે.

રિચર્ડ હેરિસના પિતાજીનું થયું નિધન
રિચર્ડ હૈરિસ: ઑસ્ટ્રેલિયન ડૉકટર રિચર્ડ હૈરિસ જ્યારે 12 છોકરા અને કોચને સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ પોતે પણ ખૂબ જ ખુશ હતા પરંતુ તેમની ખુશી થોડીક જ ક્ષણોમાં ગમમાં ફેરવાય ગઇ. તેમને સમાચાર મળ્યા કે જ્યારે તેઓ યુવા ફૂટબોલ ટીમને બચાવમાં લાગ્યા હતા એ દરમ્યાન જ તેમના પિતાનું નિધન થઇ ગયું. ઑસ્ટ્રેલિયન મીડિયાના સમાચાર પ્રમાણે રિચર્ડ પોતાની રજાઓને અધવચ્ચે પડતી મૂકી આ મિશનમાં સામેલ થવા માટે આવ્યા હતા.

થાઇનેવી સીલ: થાઇલેન્ડની નેવી સીલના કમાન્ડરોની મદદથી આ મિશન પૂરું થયું છે. થાઇ નેવી સીલ એ પોતાના ફેસબુક પેજ પર લખ્યું, 12 વાઇલડ બોર્સ અને તેમના કોચ ગુફામાંથી બહાર છે. બધાં જ સુરક્ષિત છે. થાઇ નેવી સીલને સાથ આપવા માટે આંતરરાષ્ટ્રીય મરજીવા પણ હતા.

સમન ગુના: પૂર્વ થાઇ નેવી સીલ કમાન્ડર સમન ગુના એ વ્યક્તિ હતા જેમણે બાળકોને બચાવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો. આ અઘિકારીઓને મતે ગુફાની અંદર ઑક્સિજનની કમીના લીધે સમન ગુનાનું મોત થયું. તેઓ ખુદ આ મિશન સાથે જોડાયેલા હતા.

કોચ એકાપોલ: થાઇ ફૂટબોલ ખેલાડીઓના એક નજીકના મિત્રે ગુફામાં બાળકોની સાથે ફસાયેલા કોચ એકાપોલને પણ અસલી હીરો ગણાવ્યા. આ સિવાય થાઇલેન્ડના અન્ય લોકોનું પણ માનવું છે કે એકાપોલના લીધે જ બાળકો 9 દિવસ સુધી ભૂખ્યા રહીને પણ જીવીત હતા. ગયા સપ્તાહે કોચે એક મેસેજમાં પોતાને બાળકોની ગુફામાં ફસાવાની જવાબદારી ગણાવી હતી અને વચન આપ્યું હતું કે તેઓ બાળકોનું ધ્યાન રાખવામાં કોઇ કસર છોડશે નહીં.

બ્રિટિશ મરજીવાની જોડી જોન વોલૈંથન અને રિક સ્ટૈનનને ધરતી પરના સૌથી શ્રેષ્ઠ મરજીવામાંથી એક મનાય છે. આ બંને જોડીએ જ સૌથી પહેલાં 2 જુલાઇના રોજ ગુફાની અંદર બાળકોને શોધી કાઢ્યા હતા.