Thai boys didn’t swim out of the cave
  • Home
  • World
  • થાઇલેન્ડની ગુફામાંથી બાળકોને બહાર કઢાયાનો સનસનીખેજ થયો ખુલાસો, સરકાર ભીંસમાં

થાઇલેન્ડની ગુફામાંથી બાળકોને બહાર કઢાયાનો સનસનીખેજ થયો ખુલાસો, સરકાર ભીંસમાં

 | 3:39 pm IST

થાઇલેન્ડમાં લગભગ અશકય દેખાતા મિશનને પૂરું કરી લેવાયું છે અને હવે તમામ બાળકો હોસ્પિટલમાં રિકવર કરી રહ્યાં છે. હોસ્પિટલમાંથી તેમની પહેલી તસવીર સામે આવી છે. થાઇલેન્ડની ગુફામાં બે સપ્તાહથી વધુ સમય સુધી ફસાયેલા 12 બાળકો અને તેમના ફૂટબોલ કોચની હોસ્પિટલમાં જયાં દાખલ કરાયા છે ત્યાંથી પહેલી તસવીર સામે આવી છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મંગળવારના રોજ રેસ્ક્યુ અભિયાનમાં થાઇલેન્ડની ગુફામાં છેલ્લાં 18 દિવસથી ફસાયેલા 12 બાળકો અને તેમના કોચને સુરક્ષિત કાઢી દેવામાં આવ્યા હતા. ઉત્તર થાઇલેન્ડની પૂરગ્રસ્ત ગુફામાં ફસાયેલા બાળકોને કાઢવા માટે યુદ્ધના ધોરણે અભિયાન શરૂ કરાયું હતું.

હવે હોસ્પિટલમાંથી રજૂ થયેલી તસવીરોમાં કેટલાંય બાળકો ફેસ માસ્ક પહેલી હોસ્પિટલના ગાઉનમાં કેમેરા માટે ‘વિક્ટ્રી સાઇન’ કરતાં દેખાઇ રહ્યાં છે. જ્યારે આ મિશનને અંજામ આપનાર થાઇ નેવી સિલ્સે પોતાના ફેસબુક પેજ પર રેસ્ક્યુ મિશનનો નવો વીડિયો રજૂ કર્યો હતો. જો કે વિવાદ વધવા પર તેને હટાવી દીધો.

ત્યારે સૂત્રોના મતે બાળકોને નીકાળતા પહેલાં દવા (સિડેટિવ) આપવામાં આવી હતી જેથી કરીને અંધારી, સાંકડી અને પાણીની નીચે રસ્તામાંથી પસાર થતાં ડરી ના જાય. જો કે આ વિવાદ વકલતા વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાઇ રહ્યું હતું કે બાળકો કાં તો સૂતા હતા અથવા તો બેભાનની સ્થિતિમાં હતા. દાવો કરાયો હતો કે બાળકોને બહાર કાઢતા પહેલાં બેભાનની દવા આપવામાં આવી હતી.

બેભાન બાળકોને ડાઇવર્સની પાછળ બાંધી અથવા તો પછી સ્ટ્રેચરથી બહાર કાઢવામાં આવ્યા. જો કે થાઇલેન્ડના પીએમએ તેની ના પાડતા કહ્યું કે બાળકોને બેભન કરવાની દવા આપવામાં આવી નથી. હા તેમણે માન્યું હતું કે એક દવામાં આપવામાં આવી હતી જે સામાન્ય રીતે સૈનિકોને આપવામાં આવી છે, તેનાથી ડર ઓછો થાય છે.

ઉલ્લેખનીય છે કે બાળકોને સુરક્ષિત બહાર કાઢવાના અભિયાનમાં થાઇલેન્ડની નૌસેના અને વાયુસેના સિવાય બ્રિટન, ચીન, મ્યાનમાર લાઓસ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સહિત કેટલાંય દેશોના નિષ્ણાતો જોડાયા હતા.