IIFA Awards 2018: બોલિવુડ સ્ટાર્સનો ગ્રીન કાર્પેટ પર રહ્યો દબદબો, જુઓ શોના શાનદાર pics - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • IIFA Awards 2018: બોલિવુડ સ્ટાર્સનો ગ્રીન કાર્પેટ પર રહ્યો દબદબો, જુઓ શોના શાનદાર pics

IIFA Awards 2018: બોલિવુડ સ્ટાર્સનો ગ્રીન કાર્પેટ પર રહ્યો દબદબો, જુઓ શોના શાનદાર pics

 | 11:47 am IST

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ માત્ર આઇફા એવોર્ડ્સની જ ચર્ચા ચાલી રહી છે. બેંકોકના સિયામ નિરામિત થિયેટરમાં 19માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવશે. આ સમારોહ 22થી 24 જૂન સુધી ચાલશે.

રિપોર્ટ પ્રમાણે એક દશક બાદ આ એવોર્ડ ફંક્શન દુનિયાના સૌથી લોકપ્રિય થિયેટરમાં યોજાશે. આ સતત ચોથું વર્ષ હશે, જ્યારે આઇફા એવોર્ડ્સ કલર્સ ટીવી પર પ્રસારિત થશે. આ એવોર્ડ સમારોહ વાયકોમ 18ના વૂટ એપ પર પણ જોઇ શકાશે. આવો એક નજર કરીએ આઇફાના નોમિનેશનલ પર.

બોલીવૂડના સૌથી મોટા એવોર્ડ શો કહેવાતા આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી(IIFA 2018) એવોર્ડ્સ થોડા સમયમાં શરુ થવાના છે. એ પહેલા એવોર્ડ ફંક્શનમાં પરફોર્મન્સ કરવા વાળા એકટર્સ ખુબ તૈયારી કરી રહ્યા છે.

આ વખતે આઈફા એવોર્ડ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં થવાનો છે. આઈફામાં બોલીવૂડની અભિનેત્રી કૃતિ સેનન પણ સ્ટેજ પરફોર્મન્સ આપવાની છે. આ પહેલા તેણે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એક વીડિઓ શેર કર્યો હતો. જેમાં ફિલ્મ રાબ્તાના ગીત તું મેરા બોયફ્રેન્ડ પર ડાન્સ કરતી નજરે ચડે છે. કૃતિએ આ વીડિઓ શેર કરતા લખ્યું કે આઈફા 2018 રીહર્સલ.

આઈફાના સ્ટેજ પર બોલીવૂડની સદાબહાર અભિનેત્રી રેખા પણ ડાન્સ કરશે. તેઓ 20 વર્ષ બાદ સ્ટેજ પરફોર્મન્સ કરતા દેખાશે. આ આઈફા એવોર્ડના ભવ્ય આયોજન માટે આયોજકોએ 2000 સીટો વાળા સિયામ નિર્મિત થીયેટરની પસંદગી કરી છે.

જણાવી દઈએ કે આઈફા સમારોહ 24 જુન સુધી ચાલશે. આઈફાની રેડ કાર્પેટ પર રણબીર કપૂર, શહીદ કપૂર, અર્જુન કપૂર, કૃતિ સેનન, બોબી દેઓલ અને નુશરત ભરૂચા જેવા ફિલ્મી સિતારાઓ નજરે ચડશે , પરંતુ સ્ટેજ પર રેખાનું પરફોર્મન્સ નિશ્ચિત રૂપથી આકર્ષણનું કેન્દ્ર હશે. રીતેશ દેશમુખ અને કરણ જોહર આ એવોર્ડ શો હોસ્ટ કરશે.