Parents of boys rescued from cave but don't know any info
NIFTY 10,983.35 -35.55  |  SENSEX 36,476.48 +-65.15  |  USD 68.5950 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • થાઇલેન્ડ: ગુફામાંથી 8 બાળકો બહાર નીકળ્યા, પરંતુ મા-બાપને હજુ સુધી ખબર નથી કારણ કે….

થાઇલેન્ડ: ગુફામાંથી 8 બાળકો બહાર નીકળ્યા, પરંતુ મા-બાપને હજુ સુધી ખબર નથી કારણ કે….

 | 1:54 pm IST

રવિવારના રોજ જ્યારે પહેલી વખત થાઇલેન્ડની ગુફાથી 4 બાળકો નીકળ્યા તો માત્ર મીડિયાને જ નહીં પરંતુ બીજા લોકોને પણ તેનાથી દૂર રાખ્યા એટલું જ નહીં સગા માતા-પિતાને પણ તેની ઓળખ છતી કરાઇ નહોતી. ગુફાની અંદર સૌથી નબળા 4 બાળકોને પહેલાં નીકાળવામાં આવ્યા અને સીધા હોસ્પિટલ લઇ જવાયા. સોમવારના રોજ બીજા ચાર બાળકોને બહાર લાવી તેમને પણ હોસ્પિટલના અલગ વોર્ડમાં જ રખાયા છે. આ બાળકોની ઓળખ છતી ના કરાતા થાઇ અધિકારીઓ પર માછલા ધોવાવા લાગ્યા શું કામ બાળકોની ઓળખ છતી નથી કરાઇ?

મરજીવાની સાથે ગુફામાંથી બહાર નીકળતા જ બાળકોને તેમના માતા-પિતાની સાથે મિલન કરાવાની જગ્યાએ થાઇ અધિકારીઓએ તેમને થોડાંક દિવસ એકલા રાખવાની યોજના બનાવી. તેમના માતા-પિતાને પણ કહેવામાં આવ્યું છે કે બાળકો સુરક્ષિત છે. સ્થાનિક મીડિયાના સમાચાર પ્રમાણે થાઇ અધિકારી ઇચ્છતા નથી કે બાળકોને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થાય. બાળકોને તેમના માતા-પિતાથી દૂર રાખવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે અધિકારીઓ નથી ઇચ્છતા કે જે બાળકો ગુફામાં રહ્યા છે તેમના માતા-પિતાને તકલીફ પડે.

સોમવારે સવારે એક અધિકારીએ થાઇ ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે તેમણે બળાકોના નામ-ઓળખ એટલા માટે જાહેર નથી કર્યા કારણ કે તેમને ડર છે કે તેનાથી ગુફામાં રહેલા બાળકોના માતા-પિતા પર નકારાત્મક અસર પડશે.

સ્થાનિક અખબારોમાં માત્ર એક બાળકનું નામ જાહેર કરાયું હતું પરંતુ તેના માતાને આ અંગે કોઇ માહિતી મળી નથી. તેના મતાએ કહ્યું કે બાળકની માતા એ કહ્યું કે તેઓ પોતાના દીકરાનું નામ સાંભળીને ખુશ છે. 23 જૂનાન રોજ થાઇલેન્ડ અંદર-16 ફૂટબોલ ટીમના 12 છોકરા અને તેમના આસિસ્ટન્ટ કોચ આ ગુફામાં ગયા અને ભારે વરસાદના લીધે ફસાઇ ગયા હતા. અત્યાર સુધીમાં 8 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના 5 લોકોને નીકાળવા માટે અભિયાન શૂ થઇ ગયું છે.