Thailand rescue: Divers start mission to Success
  • Home
  • Featured
  • થાઇલેન્ડ: મરજીવાની મહેનત રંગ લાવી, આવી રીતે બહાર કાઢ્યા બાળકોને, જાણીને ચકરાવે ચઢી જશો!

થાઇલેન્ડ: મરજીવાની મહેનત રંગ લાવી, આવી રીતે બહાર કાઢ્યા બાળકોને, જાણીને ચકરાવે ચઢી જશો!

 | 7:27 pm IST

થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં 23મી જૂનથી ફસાયેલા 12 બાળકો અને ફૂટબોલ કોચને બહાર નીકાળવા માટે હવે મરજીવાની મદદ લેવાય રહી છે. આખરે મરજીવાની મહેનત રંગ લાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે 4 બાળકોને ગુફામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજુ 8 બાળકો અને એક કોચ ગુફાની અંદર ફસાયેલા છે. ગુફામાંથી નીકાળેલા બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે.

વાત એમ છે કે તમામ રેસ્ક્યુ ઓપરેશન ફેલ થયા બાદ આનન-ફાનનમાં બાળકોને બહાર નીકાળવા માટે 13 વિદેશી મરજીવા અને થાઇલેન્ડ નેવી સીલના 5 મરજીવા લગાવામાં આવ્યા છે. તેમાં 10 મરજીવા પહેલાં તબક્કામાં અભિયાનને અંજામ આપી રહ્યાં છે. પ્લાન પ્રમાણે આ મરજીવા ગુફાની અંદર પહોંચી રહ્યા છે અને ત્યાંથી મરજીવાની મદદથી એક બાળકને બહાર કાઢી રહ્યાં છે. એટલે કે એક બાળકને બહાર કાઢવામાં બે મરજીવા લાગેલા છે.

મળતી માહિતી પ્રમાણે મરજીવાને ગુફાનું એક ચક્કર પૂરું કરવામાં અંદાજે 11 કલાકનો સમય લાગી રહ્યો છે. આશાય વ્યક્ત કરાઇ રહી છે કે ગુફામાં ફસાયેલા તમામ બાળકો અને કોચને બહાર નીકાળે લેશે. બચાવ અભિયાનના પ્રમુખ નારોંગસાક આસોતાનાકોર્ને આ માહિતી આપી.

થાઇલેન્ડના મરજીવા આ મિશનનું નેતતૃત્વ કરશે અને વિદેશી મરજીવા ઑક્સિજન ટેન્ક માટે હશે. રેસ્ક્યુમાં બચાવા માટે 8 દેશોના એક્સપર્ટ લાગેલા છે. બચાવ દળમાં ઑસ્ટ્રેલિયા, બ્રિટન, અને યુરોપ અને એશિયાના બીજા ભાગોમાંથી પણ મરજીવા સામેલ છે.

વાત એમ છે કે ‘વાઇલ્ડ બોર્સ’ નામની આ ફૂટબોલ ટીમ ગુફામાં 23 જૂનથી ફસાયેલા છે. આ લોકો અભ્યાસ બાદ ત્યાં ગયા અને ત્યાં ભારે વરસાદના લીધે ગુફામાં ખૂબ પાણી ભરાયા બાદ ત્યાં ફસાઇ ગયા. આ ઘટનાએ થાઇલેન્ડ સહિત આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અધિકારી સતત છોકરાઓ અને કોચને બહાર કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા.

એવો અંદાજો છે કે તેમણે ભારે વરસાદના લીધે ગુફામાં શરણ લીધું હતું અને વરસાદના લીધે ગુફાના પ્રવેશ દ્વારમાં અવરોધ ઉભો થયો. આ બળાકોની ઉંમર 11 થી 16 વર્ષની વચ્ચે છે.