Thai cave rescue operation complete: Indian firm expert support for rescue
  • Home
  • Featured
  • થાઇલેન્ડ: ગુફામાંથી બાળકોને બહાર કાઢવાના દિલધડક રેસ્કયુ ઓપરેશનમાં બે ભારતીયોએ કરી કમાલ

થાઇલેન્ડ: ગુફામાંથી બાળકોને બહાર કાઢવાના દિલધડક રેસ્કયુ ઓપરેશનમાં બે ભારતીયોએ કરી કમાલ

 | 9:22 am IST

થાઇલેન્ડની ગુફામાંથી જ્યારે આખરે ચાર બાળકોને બહાર નીકાળવામાં આવ્યા ત્યારે આખી દુનિયાની સાથે ત્યાં સ્થળ પર હાજર બે ભારતીયોની ખુશીનો પણ કોઇ પાર રહ્યો નહોતો. ગઇ 23મી જૂનથી ગાયબ 2 બાળકો અને કોચ સહિત 13 લોકોને ગુફામાંથી બહાર નીકાળવાની કોશિષમાં પ્રસાદ કુલકર્ણી અને શ્યામ શુક્લાએ પણ તનતોડ મહેનત કરી હતી. તેઓ બંને થાઇલેન્ડ દ્વારા કામ પર લગાવામાં આવેલી પંપ બનાવનાર કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડની સાત સભ્યની ટીમનો એક ભાગ હતા.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી પ્રસાદ અને પૂણેના એન્જિનિયર શ્યામ શુકલા સિવાય આ ટીમમાં એક નેધરલેન્ડસ અને એક યુનાઇટેડ કિંગડમનો સભ્ય પણ હતો. બાકી તમામ લોકો થાઇલેન્ડના ઓફિસમાંથી હતા. કિર્લોસ્કરની સાથે થાઇલેન્ડ સરકાર પહેલાં પણ કેટલાંય પ્રોજેક્ટસ પર કામ કરી ચૂકી છે. તેનું કામ અહીં પાણી નીકાળવાનું હતું. ટીમને 5 જુલાઇના રોજ ખૂબ જ ખરાબ હવામાનમાં 4 કિલોમીટર લાંબી ગુફામાંથી પાણી કાઢવાના કામ પર લગાવામાં આવી હતી.

‘અઘરો રસ્તો…સતત વરસાદ’
કિર્લોસ્કરમાં પ્રોડક્શન ડિઝાઇનર હેડ કુલકર્ણીએ કહ્યું છે કે અમારું કામ ગુફામાંથી પાણી કાઢવાનું હતું, તેમાં 90 ડિગ્રી સુધીનો વળાંક છે. સતત પડી રહેલા વરસાદે ખૂબ પરેશાની ઉભી કરી કારણ કે પાણીનું સ્તર ઓછું થઇ રહ્યું નહોતું. જનરેટરથી મળી રહેલ પાવર સપ્લાય પણ નિરંતર નહોતો. આથી અમારે નાના પંપનો ઉપયોગ કરવો પડ્યો. કુલકર્ણી છેલ્લાં 25 વર્ષથી સાંગલીમાં કિર્લોસ્કર વાડીમાં કામ કરી રહ્યાં છે.

પાણી નીકાળવામાં આવ્યું
તેમણે અગ્રણી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે બચાવ દળને નિરાશ કરનાર પડકારનો સામનો કરવો પડ્યો. ગુફા 20 સ્કવેર કિલોમીટરના પહાડમાં હતી જ્યાં ચારેય તરફ અંધારું જ હતું. આ એવી જગ્યા હતી કે સ્કૂબા ડ્રાઇવર્સ પણ કેટલીક વખત મદદ કરી શકતા નહોતા. એવામાં પંપના સહારાથી જ કરી શકાતું હતું. શુકલા કહે છે કે છોકરાઓ સુધી પહોંચવાનું કામ અઘરું હતું, ગુફા ખૂબ જ પાતળી હતી અને જમીન સમતલ નહોતી પરંતુ તેમણે ગુફામાંથી પાણી નીકાળી લીધું.

ભારતના આ યોગદાનના વખાણ ભારતમાં થાઇલેન્ડના રાજદૂતે મિશન પૂરું થયા બાદ કરી. તેમણે 3 જુલાઇના રોજ કિર્લોસ્કર ટીમની કોશિષોનો વખાણ કરતા ટ્વિટર પર ધન્યવાદ પણ આપ્યા હતા.