VIDEO: સ્પેશિયલ રક્ષા કરવા માટે માલિકે ઉછેર્યો, પણ ચોરી સમયે જ કૂતરો આરામથી સૂતો રહ્યો
સોશિયલ મીડિયા(Social Media) પર એક કૂતરા(Guard Dog)નો વીડિયો વધુને વધુ વાયરલ(Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી પડશો. થાઇલેન્ડ(Thailand)માં જ્વેલરી શોપમાં એક લૂંટ(Mock Robbery Drill) કરવામાં આવી હતી. જ્યાં એક માણસ ચોર બન્યો. તે બંદૂક લઈને આવ્યો અને માલ લઈ ગયો. રક્ષક કૂતરો જ્યાં સૂતો હતો ત્યાં જ સૂતો રહ્યો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ડેઇલી મેઇલ મુજબ લકી એક હસ્કી કૂતરો છે જે થાઇલેન્ડમાં જ્વેલરીની દુકાનની રક્ષા કરે છે. લૂંટથી બચવા માટે જ્વેલરીએ તેને ઉછેર્યો હતો. 16 ફેબ્રુઆરીએ એક તાલીમ કવાયત અને સુરક્ષાની તૈયારી દરમિયાન એક સશસ્ત્ર લૂંટેરાએ સ્ટોરમાં પ્રવેશ કર્યો હતો અને કર્મચારીઓ પર નકલી બંદૂક બતાવી હતી અને માલિકને ઘરેણાં અને રોકડ સોંપવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા આ મોકડ્રીલ કરવામાં આવી હતી. તેઓ સુરક્ષા ચકાસી રહ્યા હતા અને કર્મચારીઓને શું કરવું એ વિશે માહિતી આપી રહ્યા હતા. ત્યારે જ આ કૂતરો સૂતો રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન