Thakore Senna Committee's decision to join BJP in the Alpesh Thakor, announced a possible date
  • Home
  • Ahmedabad
  • ઠાકોર સેનાની કમિટીના નામે અલ્પેશનો BJPમાં જોડાવવાનો તખ્તો તૈયાર, સંભવિત તારીખ જાહેર

ઠાકોર સેનાની કમિટીના નામે અલ્પેશનો BJPમાં જોડાવવાનો તખ્તો તૈયાર, સંભવિત તારીખ જાહેર

 | 8:25 am IST

કોંગ્રેસ સાથે ગદ્દારી કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને તેનો સાથી ધવલસિંહ ઝાલા હવે ભાજપમાં જોડાશે. અલ્પેશે ઠાકોરે સેનાના નામે ભાજપમાં જોડાવાનો તખ્તો ઘડી કાઢયો છે.

સોમવારે અલ્પેશના નિવાસે ઠાકોર સેનાની કોર કમિટીની મિટિંગ બોલાવાઈ હતી, જેમાં એવો નિર્ણય જાહેર કરાયો હતો કે, અલ્પેશ અને ધવલ ભાજપમાં જોડાશે.

સેનાની ટીમ ભાજપને નેતાને પણ મળશે. કોર કમિટી જે નિર્ણય કરશે તે માન્ય રહેશે તેવી વાત રવિવારે અલ્પેશે કરી હતી. બીજી તરફ ભાજપના સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોર અને તેનો સાથી આગામી ૧૮મીએ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે ભાજપના આગેવાનો આ વિશે સત્તાવાર ફોડ પાડતાં નથી.

નડ્ડાનો કાર્યક્રમ અલગ, તેમાં અલ્પેશ જોડાશે નહીં : ભાજપ 

૧૯-૨૦ જુલાઈએ ગુજરાત આવી રહેલા ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપગમન કરશે તેવી અટકળોનો છેદ ઉડયો છે.

ભાજપના આઈ.કે.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, નડ્ડા તો સંગઠનના કાર્યક્રમોમાં આવી રહ્યા છે. અલ્પેશના જોડાવા અંગેના નિર્ણયો પ્રદેશ સ્તરે લેવાતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન