એલિયનને મળવા મહિલાઓ કરતાં પુરુષો વધુ ઉત્સુક - Sandesh
  • Home
  • World
  • એલિયનને મળવા મહિલાઓ કરતાં પુરુષો વધુ ઉત્સુક

એલિયનને મળવા મહિલાઓ કરતાં પુરુષો વધુ ઉત્સુક

 | 2:42 am IST

બ્રહ્માંડમાં પરગ્રહવાસીઓ રહેતા હોવાની અટકળો ચાલે છે. કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ વિજ્ઞાનીઓ એલિયન શોધવા માટે પ્રયાસ કરતા રહે છે. જોકે કેટલાક માને છે કે આપણે ધરતી પર નિરાંતે રહીએ છીએ, ત્યારે એલિયનને શોધીને કે તેમને પૃથ્વીનું સરનામું આપીને જોખમ શામાટે વહોરી લેવું ? તો વળી કેટલાક માને છે કે અન્ય ગ્રહ પર જીવન છે કે કેમ એ શોધવું જરૂરી છે. એ સંજોગોમાં એલિયન સાથે સંપર્ક કરવા કે તેમનાથી દૂર રહેવા એવા બે જૂથો જોવા મળી રહ્યાં છે, ત્યારે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડે કરેલા નવા સંશોધનમાં જણાયું છે કે એલિયન એટલે કે પરગ્રહવાસી સાથે વાત કરવા માટે મહિલાઓ કરતાં પુરુષો વધુ ઉત્સાહી છે.

શું કહે છે લોકો, એલિયન અને પરગ્રહવાસીઓ વિશે

યુનિવર્સિટી ઓફ ર્વોિવક દ્વારા આયોજિત બ્રિટિશ સાયન્સ ફેસ્ટિવલ ખાતે જાહેર કરેલા ડેટા મુજબ પરગ્રહવાસી સુધી પહોંચવાની ૫૫ ટકા પુરુષો ખેવના રાખે છે, જેની સરખામણીએ ફક્ત ૪૭ ટકા જ મહિલાઓ માને છે કે એલિયનનો સંપર્ક કરવો જોઈએ. જોકે સરવે હેઠળના ૧૧ ટકા લોકો એવું પણ માને છે કે આ મુદ્દે વૈશ્વિક જનમત લેવો જોઈએ. જો ધરતીવ્યાપી સરવે કરવામાં આવે તો ૨૦૦૦ લોકોમાંથી મોટા ભાગના લોકો માને છે કે તેઓ એલિયનનો સંપર્ક કરવા ઇચ્છે છે.  યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડો. પીટર હેટફિલ્ડ કહે છે કે, કોઈને એ ખબર નથી કે પરગ્રહવાસીઓનો સંદેશો ક્યારે આવશે, પરંતુ ખગોળશાસ્ત્રીઓ તે સંદેશો સાંભળવા કાન લગાવીને બેઠા છે, ગમે ત્યારે એ સંદેશો સંભળાશે.  ફક્ત ૧૪ ટકા લોકો માને છે કે તેઓ એલિયન સાથે સંપર્ક કરવા ઇચ્છતા નથી, જ્યારે ૯ ટકા લોકોએ મત આપ્યો નહોતો અને ૧૧ ટકાને ખબર જ નથી કે એલિયન સાથે સંપર્ક કરવો જોઈએ કે નહીં.

બ્રેક્ઝિટના મુદ્દે એકમત રહેલાઓમાં પણ એલિયન મુદ્દે અલગ મત

એલિયન અંગેના સરવેમાં જણાયું હતું કે બ્રેક્ઝિટ અંગે એક રહેલા લોકોમાં પણ મતભેદ છે. જેઓએ યુરોપિયન સંઘમાં રહેલા માટે જેમણે મત આપ્યો હતો, તેમાંથી ૬૪ ટકા લોકો એલિયનનો સંપર્ક કરવાની તરફેણમાં જોવા મળ્યા હતા, જ્યારે જેઓએ યુરોપિયન સંઘમાંથી નીકળી જવા મત આપ્યો હતો, તેમાંથી ૫૪ ટકાએ એલિયન સાથે સંપર્ક કરવાની તરફેણમાં મત આપ્યો હતો.

૧૦ વર્ષમાં એલિયનનો સંપર્ક થાય એવી તક ૧૦ ટકા પણ નથી !

સાયન્સ ફેસ્ટિવલ ખાતે એક વિજ્ઞા।નીએ તો એમ પણ કહ્યું હતું કે, આગામી ૧૦ વર્ષમાં એલિયનનો સંપર્ક થાય એવી તક ફક્ત ૧૦ ટકા છે.

એલિયન સાથે સંપર્ક કરવાની તરફેણ

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના કાયદા વિભાગના ડો. લીહ ટ્રુબ્લડ કહે છે કે, એ રસપ્રદ છે કે આપણા ઘણા પ્રતિભાવો આપણે જાણતા નથી, ઓળખતા નથી, તેવા માટેના છે ! સરવે પરથી એવું સૂચન મળે છે કે પ્રજા નિર્ણયકર્તા પ્રક્રિયા અંગે ખુલ્લા મનની છે કે માનવજાત માટે જે સારો હશે એ જ નિર્ણય લેવાશે. આજના રાજકીય ધ્રુવીકરણના જમાનામાં આ મુદ્દે લોકો ખુલ્લા મનના છે, તે ઘણા સારા સમાચાર છે. મોટા ભાગના પ્રતિભાવ એલિયન સાથે સંપર્ક કરવાની તરફેણમાં છે, તે ઉત્સાહજનક છે.

એલિયન અંગેની શોધમાં માનવજાતે કઈ મહત્ત્વની શોધો કરી ?

1.પલ્સારની શોધ

૧૯૬૭માં રેડિયો પલ્સારની શોધ કરીને બ્રિટિશ એસ્ટ્રોનોમર ડેમે જોસલીન બેલ બર્નેલ પલ્સાર શોધનારી પહેલી વ્યક્તિ બની હતી. એ બાદ એક્સ રે અને ગેમા રે ઉર્ત્સિજત કરતા અન્ય પ્રકારના પલ્સારો શોધી કઢાયા છે.  એ શોધાયો એ પહેલાં તેમાંથી નીકળતા એક્સ રે અને ગેમા રે એલિયન દ્વારા મોકલાતા હોવાનું મનાતું હતું.

  1. WOW રેડિયો સિગ્નલ

૧૯૭૭ ઓહિયોના આકાશમાં એલિયનની શોધ માટે કાર્ય કરતાં એક એસ્ટ્રોનોમરે એક શક્તિશાળી રેડિયો સિગ્નલ પકડી પાડયું હતું અને તે એટલો ઉત્તેજિત થઈ ગયો હતો કે તેણે એ ડેટા સામે wow લખ્યું હતું. એ બાદ ૭૨ સેકન્ડનો વિસ્ફોટ થયો હતો, જે કુંભ રાશિમાં થયો હતો અને ડો. જેરી એહમેને જોયો હતો, જે એ વખતે જાણીતા કોઈ પણ પિંડ સાથે મેચ થતો ન હતો. કોન્સ્પિરસી થિયરિસ્ટો ત્યારથી એવો દાવો કરે છે કે એ WOW સિગ્નલ પાશ્ચાદભૂમાં રહેલા રેડિએશન કરતાં ૩૦ ઘણો શક્તિશાળી હતો અને બુદ્ધિશાળી પરગ્રહવાસીએ જ મોકલ્યો હતો.

3.મંગળના માઇક્રોબ્સનું અશ્મિ

૧૯૯૬માં નાસા અને વ્હાઇટ હાઉસે મોટો ધડાકો કરતાં જાહેરાત કરી હતી કે એક પથ્થરમાં મંગળના સૂક્ષ્મજીવોના સંકેત મળ્યા છે. એલેન હિલ્સ ALH ૮૪૦૦૧ નામની ઉલ્કા એર્ન્ટાર્ટિકામાં ૧૯૮૪માં મળી આવી હતી અને તે ૧૩૦૦૦ વર્ષ જૂની હતી. તસવીરો પણ જાહેર કરાઈ હતી, જેમાં જીવ હોય એવી ચીજો જોવા મળતી હતી. જોકે થોડા જ વખતમાં તે ખોટું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

4.૨૦૦૫માં ટેબીના તારાની વર્તણૂક

KIC ૮૪૬૨૬૫૨ તરીકે ઓળખાતો તારો ૧૪૦૦ પ્રકાશ વર્ષ દૂર ૨૦૧૫માં શોધાયો હતો. તે અન્ય તારાઓ કરતાં ખૂબ જ ઝડપે ઘૂમતો હતો, તેના પરથી કેટલાક નિષ્ણાતો માનતા હતા કે એલિયનો એ તારામાંથી ઊર્જાનું દોહન કરી રહ્યા છે. જોકે ધૂળને કારણે એ આશ્ચર્યજનક સિગ્નલ મળ્યાં હતાં, એવું હાલના અભ્યાસમાં જણાયું હતું.

5.૨૦૧૫માં મળેલા એક્ઝોપ્લેનેટ્સ

૩૯ પ્રકાશ વર્ષ દૂર એક ગ્રહમાળા મળી આવ્યાની શધ ૨૦૧૫માં થઈ હતી, જેની ફરતે એવા ગ્રહો ઘૂમતા હતા, જેના જીવન હોઈ શકે એવી સંભાવના હતી. એ ગ્રહો તારાથી એવા સલામત અંતરે ઘૂમતા હતા કે તેના ઉપર પાણી પ્રવાહીરૂપે હોઈ શકે અને તેથી વિજ્ઞા।નીઓ માનતા હતા કે ત્યાં જીવન સંભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન