થાણે સિવિલ હોસ્પિટલનો પ્રિઝન વોર્ડ બંધ કરાતાં જેલ પ્રશાસનને ૪ વર્ષથી હાડમારી - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • થાણે સિવિલ હોસ્પિટલનો પ્રિઝન વોર્ડ બંધ કરાતાં જેલ પ્રશાસનને ૪ વર્ષથી હાડમારી

થાણે સિવિલ હોસ્પિટલનો પ્રિઝન વોર્ડ બંધ કરાતાં જેલ પ્રશાસનને ૪ વર્ષથી હાડમારી

 | 12:10 am IST

થાણે, તા.૨૩

થાણેની સિવિલ હોસ્પિટલમાં જે પ્રિઝન વોર્ડ હતો એને છેલ્લા ચાર વર્ષથી ગાયનેકોલોજી વોર્ડમાં તબદીલ કરી નાખવામાં આવતા થાણે જેલના ગંભીરપણે બીમાર કેદીઓને હવે ઠેઠ જેજે હોસ્પિટલ લઇ જવા પડે છે. એટલંુ જ નહીં તેમની સાથે દર વખતે ચાર પોલીસ, કર્મચારીઓ એસ્કોર્ટ તરીકે મોકલાવવા પડે છે જેને કારણે થાણે જેલ ઓથોરિટીને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે.

જેલના એક ઉચ્ચ અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે થાણે સિવિલ હોસ્પિટલ બહુ જ નજીક ૧ જ કિલોમીટરના અંતરે છે, વળી તે એક માળનું સ્વતંત્ર મકાન છે. એથી જેલ ઓથોરિટી એના પર યોગ્ય રીતે નજર પણ રાખી શકે. કેદીઓને જેજે હોસ્પિટલ લઇ જવામાં આવેતો તે જોખમી પણ છે. તેઓ રસ્તામાં નાસી જવાનો ડર હોય છે. જો છ કેદીઓને જેજે હોસ્પિટલમાં એડમિટ કરાયા હોય તો અમારે તેમની દરેકની પાછળ ચાર પોલીસ કર્મચારી તેમના રક્ષણ માટે રાખવા પડે છે. જેના કારણે ૨૪ પોલીસ કર્મીઓ તે જ કામમાં રોકાતા અહીં મનુષ્ય બળ ઓછું પડે છે.

૨૦૧૪માં નવી મુંબઈના બિલ્ડર સુનીલ લાહોરિયાની હત્યાના કેસમાં પકડાયલો સુરેશ બીજલાણી સારવારના ઓઠા હેઠળ સિવિલ હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં એશ આરામ કરતો હોવાનું બહાર આવતા પ્રિઝન વાર્ડ બંધ કરી દેવાયો હતો. એ પ્રિઝન વોર્ડમાં મોબાઈલ ફોન પણ વાપરતો હતો. તેના ઓફિસના કર્મચારીઓ સાથે પણ મીટિંગ ગોઠવતો અને કોર્ટજવા પણ તેની વૈભવી કારનો ઉપયોગ કરતો હતો.

હાલ થાણે જેલમાં મહિલા કેદી મળી કુલ ૩૨૦૦ કેદી છે. દર મહિને ૧૫ થી ૨૦ કેદીઓને થાણેની સરકારી હોસ્પિટલ, જેજે હોસ્પિટલ અને સેંટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરાય છે. ખાસ કરીને દાંતની સારવાર માટે દાખલ કરતા હોય છે. આ સંદર્ભે રાજ્ય સરકારે નિવૃત જસ્ટિસ ડો.એસ રાધાકૃષ્ણનની આગેવાની હેઠળ એક કમિટીનું રાજ્ય સરકારે ગઠન કર્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલ ઓથોરિટીની વહેલી તકે પ્રિઝન વોર્ડ ચાલુ કરવા સૂચન કર્યું છે.

;