Thank you Modi-Shah-Nadda for handing over the responsibility of CM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવા બદલ મોદી-શાહ-નડ્ડાનો આભાર : ભૂપેન્દ્ર પટેલ

મને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવા બદલ મોદી-શાહ-નડ્ડાનો આભાર : ભૂપેન્દ્ર પટેલ

 | 8:15 am IST
  • Share

પદમાનિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની વરણી બાદ તુર્ત જ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને સાથે રાખીને કમલમ્ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં એમણે મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો, ઘાટલોડિયા બેઠકને આવરતા ગાંધીનગર સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહનો અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો આભાર માન્યો હતો.

તેમને પૂછાયું કે શું CMતરીકે તમારી પસંદગી થશે તેવો તેમને અંદાજ હતો? ત્યારે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે નામની જાહેરાતની તૈયારી ચાલી રહી હતી ત્યાં સુધી તેમને આ એંગે કશી જ ખબર ન હોતી. મને કોઇ અણસાર નહોતો. પાર્ટીની આવી કોઇ પદ્ધતિ નથી. સંગઠન અને સરકાર સાથે મળી અત્યાર સુધી જે સારા કામ થયા છે તે છેવાડાની માનવી સુધી પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે.

હવે જે કામ બાકી છે તે નવેસરથી પ્લાન કરી સારી રીતે આગળ વધારાશે. એમને જ્યારે પુછાયું કે ક્યારે તમારો અને નવા મંત્રીમંડળનો શપથવિધિ યોજાશે, ત્યારે પાટિલે દરમિયાનગીરી કરી બ્રિફિંગ સંભાળી લેતા જણાવ્યું હતું કે, આવતીકાલ સોમવારે એકલા ભૂપેન્દ્ર પટેલ રાજભવનમાં શપથ લેશે અને ત્યારબાદ એકાદ-બે દિવસમાં નવા મંત્રીમંડળની રચના થશે.

 વિદાય લેતા મુખ્યમંત્રી રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો હવે શું રોલ રહેશે, તેવા એક પ્રશ્નનો જવાબ પણ ભાજપ પ્રદેશ પ્રમુખે જ આપતા જણાવ્યું હતું કે, પાર્ટીમાં વિચારણા કરી હવે પછી તે અંગે નિર્ણય લેવાશે. પદનામિત મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, હવે રાજ્યની અધૂરી વિકાસયાત્રા આગળ વધારવા સાથે સંગઠન અને સૌ કાર્યકર્તાઓને જોડે લઈને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરવાનો અમારો લક્ષ્યાંક રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન