Thanks For Prime Minister Narendra Modi: Shankersingh Vaghela
  • Home
  • Ahmedabad
  • PM મોદીએ એવી તે કંઇ આજે વાત કરી કે શંકરસિંહ બાપુએ ટ્વિટ કરી આભાર માન્યો

PM મોદીએ એવી તે કંઇ આજે વાત કરી કે શંકરસિંહ બાપુએ ટ્વિટ કરી આભાર માન્યો

 | 3:38 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું તેને દુનિયા આખી જોતી રહી ગઇ. જો કે છેલ્લાં કેટલાંક સમયથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પર રાજકારણ ચાલી રહ્યું છે. તેના સંદર્ભમાં થોડાંક દિવસ પહેલાં જ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંગ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ખાસ માંગણી કરી હતી કે ભાવનગર સ્ટેટ સહિતના બીજા 562 રાજ્યના સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મૂકાવા જોઇએ.

ત્યારે આજે વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કાર્યક્રમના સંબોધનમાં આ સૂચનને ધ્યાનમાં લીધું હતું. આ બદલ શંકરસિંહ વાઘેલાએ PM મોદીનો આભાર માન્યો છે. શંકરસિંહે કહ્યું કે રજવાડા અંગે મારા મ્યુઝિયમના સૂચનનો સ્વીકાર કર્યો તે બદલ આભાર. અખંડ ભારતના સ્વપ્નને રજવાડાએ શક્તિ આપી હતી. હું ઇચ્છું છું કે રજવાડાના પરિવારોને દિલ્હી બોલાવી તેમના માનમાં રિસેપ્શન પણ રાખો.