NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • થરાદના ડોડગામે ગૌશાળામાં ખોરાકી ઝેરની અસરથી કુલ 31 ગાયોનાં મોત

થરાદના ડોડગામે ગૌશાળામાં ખોરાકી ઝેરની અસરથી કુલ 31 ગાયોનાં મોત

 | 12:32 pm IST

બનાસકાંઠાના થરાદના ડોડગામ ખાતે આવેલી નકલગ ગૌશાળાની કેટલીક ગાયોએ ચારો ચરતા એરંડાના પાન છોડ આરોગ્યા હતા. જોકે આ ગૌધન પરત સાંજે ગૌશાળા માં આવતાં કેટલીક ગાયો ની ઘટના એરંડાના ખોરાક થી ઉદભવતા ખોરાકી ઝેરની અસર નીચે આવી હતી. અને તે બાદ તરફદિયા મારવા લાગતા ગૌશાલા સંચાલકોએ તાત્કાલિક ગામના સરપંચ અને લોકોને સાથે રાખી રાહત મદદ શરૂ કરી હતી.

જોકે આ રાહત મદદ મા તે બાદ રાતભર ભાભર ,થરાદ ,જલારામ ગૌશાલા અને સ્થાનિકોએ રાહત મદદ પહોચાડી હતી. જ્યારે પીડા થી તરફડટી ગાયો માટે મદદ માં આખુ ડોડગામ ગૌસેવામાં રાતભર જાગ્યુ હતું.અને ગાયો બચાવવા દોડધામ મચાવી હતી. જેમાં આજુબાજુની ગૌશાલા અને અન્ય વેટરનરી તબીબો ની ટીમ બચાવમાં પહોચી હતી જોકે ખોરાકી ઝેર અસરથી પ્રથમ.25 ગાયોના મોત થયા હતા અને તે બાદ મોડી રાતે વધુ 6 ગાયો મોત ને ભેટી હતી. આમ, ખોરાકી ઝેર અસરથી કુલ 31 ગાયો ના મોત થયા હતા. જેમાં જીવદયાપ્રેમીઓએ વધુ અસરગ્રસ્ત 40 ગાયો ને તાત્કાલિક અસરથી બચાવી લીધી હતી.

જેમાંમરણ જનાર તમામ ગૌધન ને સન્માનપૂર્વક અપાઇ સમાધિ હતી. જોકે અંદાજિત 200 ગાયોને ખોરાકી ઝેર ની અસર થઈ હતી. જોકે પ્રાથમિક તપાસ માં એરંડા આરોગતા ખોરાકી ઝેર થયાનુ પ્રાથમિક અનુમાન છે. જોકે સમયસર જીવદયાપ્રેમીઓ અને તબીબો દ્વારાં સ્થળ પર જ કેમ્પ બનાવી રાહત કેમ્પ શરૂ કરાયો હોઇ અન્ય ગાયોનો સમયસર સારવારથી બચાવ થયો હતો. જોકે ત્રીસથી વધુ ગાયોના ખોરાકી ઝેર અસરથી મોત થતાં સમગ્ર પંથકમાં શોક છવાયૉ હતો.

1
;