થરાદમાં ધોળા દિવસે બે મકાનોના તાળાં તોડી દોઢ લાખની તસ્કરી

8

થરાદ.તા.ર૦

થરાદ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનો ગ્રાફ દિનપ્રતિદિન વધ્યો હોય તેમ બળાત્કાર,લુંટફાટ,વાહનોની ઉઠાંતરી સહીત ચોરીઓના કિસ્સાઓમાં વધારો થવા પામ્યો છે તેમાંય પોલીસથી બેખોપ બની શહેરમાં જાણે તસ્કરોએે પોલીસને પડકાર આપી પડાવ નાખ્યો હોય તેમ એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે દેના બેન્કમાં રાત્રીના સમયે  ચોરીનો પ્રયાસ કરનાર અજાણ્યો ઈસમ હજુ પોલીસ પકડી શકી નથી ત્યાં શહેરના અંબિકાનગર વિસ્તારમાં ધોળા દિવસે અજાણ્યા તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી રોકડ રકમ,સોના ચાંદીના દાગીના સહીત દસ્તાવેજ મળી અંદાજે એકલાખ એંસી હજારની ચોરી કરી પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી જેની જાણ શહેરીજનોને થતાં લોકોમાં ભયનો મોહોલ સાથે પોલીસ સામે રોષ ભભૂંકી ઉઠયો હતો થરાદ શહેરની અંબિકાનગર વિસ્તારમાં રહેતા સુંથાર કરશનભાઈ  અને તેમની બાજુમાં રહેતી રમીલાબેન ગત રવિવારે બપોરના સમયે બહાર ગયા હોવાથી અજાણ્યા તસ્કરોએ ધોળા દિવસે તકનો લાભ ઉઠાવી બન્ને ઘરના તાળા તોડી અંદર ઘુસી ઘરમાં રહેલ રૂ.૪૩.પ૦૦ રોકડ રકમ સહીત સોના ચાંદીના દાગીના અને દસ્તાવેજ મળી કુંલ અંદાજે એક લાખ એસી હજારની ચોરી કરી પોલીસને ખુંલ્લો પડકાર ફેકી ભાગી છુટયા હતા જેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે દાંડી આવી બન્ને ઘરની તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા જોકે ધોળા દિવસે શહેરની મધ્યમાં આવેલા વિસ્તારમાં ચોરીના બનાવથી લોકોમા ફડફડાટ વ્યાપી ઉઠયો હતો ને પોલીસની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠયો હતો.