મહાગઠબંધનનો નેતા કોણ? આ સવાલ પર રાહુલ ગાંધીનું જડબાભીંસ મૌન - Sandesh
  • Home
  • Featured
  • મહાગઠબંધનનો નેતા કોણ? આ સવાલ પર રાહુલ ગાંધીનું જડબાભીંસ મૌન

મહાગઠબંધનનો નેતા કોણ? આ સવાલ પર રાહુલ ગાંધીનું જડબાભીંસ મૌન

 | 1:45 pm IST

મહારાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સામનો કરવા માટે વિરોધ પક્ષોનું મહાગઠબંધન બનાવવાની કવાયતને જનતાની ભાવના ગણાવી છે. તેમણે પીએમ મોદી એન સત્તારૂઢ પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હ્તું કે, વડાપ્રધાન અને ભાજપ દેશના બંધારણ અને અન્ય સંસ્થાનો પર હુમલા કરી રહ્યાં છે.

તેમણે મુંબઈમાં જણાવ્યું હ્તું કે, આવી ભાવના માત્ર ભાજપ વિરોધી રાજકીય પક્ષોની નહીં પરંતુ લોકોની પણ છે કે મહાગઠબંધન બને જે ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરી શકે. જોકે મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે એ સવાલ પર તેમણે મૌન સાધી લીધું હતું.

રાહુલ ગાંધી હાલ બે દિવસના મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન મુંબઈમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ, પીએમ મોદી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ભાજપ દેશના બંધારણ અને સંસ્થાનો પર હુમલાઓ કરી રહ્યાં છે. લોકો સામે પ્રશ્ન એ છે કે તેમને કેવી રીતે રોકી શકાય. કોંગ્રેસ લોકોના આ અવાજને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહીએ છે અને આ દિશામાં કામ પણ થઈ રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા કહી રહ્યો છે પરંતુ તેમને તેમાં કોઈ જ રસ નથી. નોટબંધી મારફતે મુંબઈમાં હુમલા કરવામાં આવ્યા. અહીં નાના ઉદ્યોગો અને વ્યાપારીઓ છે. અહીં ચામડા અને કાપડનો ઉદ્યોગ છે. પરંતુ ગબ્બર સિંહ ટેક્ષ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. નાના વ્યાપારીઓ ખુબ જ દુ:ખી છે અને અમે તેના માટે લડી રહ્યાં છે.

જોકે મહાગઠબંધનના નેતા વિષે પુછવામાં આવતા રાહુલ ગાંધી મૌન થઈ ગયાં હતાં. મહાગઠબંધનની આગેવાની કોણ કરશે તે મામલે કોંગ્રેસ અધ્યક્ષ ચુપ રહ્યાં હતાં.