That China Has Damaged America And World : US President Donald Trump
  • Home
  • Featured
  • ચીન-અમેરિકા સામસામે : એક બાજુ US નેવીએ ડ્રેગનને ઘેર્યું તો બીજી બાજુ ટ્રમ્પ આવ્યા મેદાને

ચીન-અમેરિકા સામસામે : એક બાજુ US નેવીએ ડ્રેગનને ઘેર્યું તો બીજી બાજુ ટ્રમ્પ આવ્યા મેદાને

 | 10:36 pm IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ચીન પર ગુસ્સો ઠાલવ્યો છે. ચીન પર કોરોના વાઇરસની મહામારી ફેલાવવાનો આરોપ મૂકતા ટ્રમ્પે કહ્યું કે ચીને અમેરિકા અને દુનિયાનું ઘણું નુકસાન કર્યું છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, જ્યારે કેટલાક દેશોમાંથી અમેરિકી ખજાનામાં અબજો ડોલર આવી રહ્યા હતા તે સમયે અમેરિકા ચીનના વાઈરસથી પ્રભાવિત થયો હતો. ટ્રમ્પે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું. ચીને અમેરિકા અને દુનિયાનું ઘણું નુકસાન કર્યું છે.

આ પહેલા પણ ટ્રમ્પે અનેક વાર ચીન પર નિશાન સાધ્યું હતું. હાલના સમયે ચીન અને અમેરિકા વચ્ચે કોરોનાની સાથેસાથે લશ્કરી ટકરાવ પણ સર્જાઈ રહ્યો છે. એક બાજુ સાઉથ ચાઈના સીમાં બન્ને દેશો શક્તિપ્રદર્શન કરી રહ્યાં છે.

કેટલાક દિવસ પહેલાં અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે દક્ષિણ પૂર્વ એશિયામાં ચીન સાથે વધી રહેલા ખતરાને કારણે યુરોપમાંથી સેના હટાવીને એશિયામાં તહેનાત કરવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ : રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર બાદ ભાજપ અધ્યક્ષ જેડી નડ્ડાએ રાહુલને નિશાને લીધા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન