જાણો ક્યા સ્માર્ટફોનની કિંમતમાં થયો 4,000નો ઘટાડો - Sandesh
  • Home
  • Technology
  • જાણો ક્યા સ્માર્ટફોનની કિંમતમાં થયો 4,000નો ઘટાડો

જાણો ક્યા સ્માર્ટફોનની કિંમતમાં થયો 4,000નો ઘટાડો

 | 6:06 pm IST

સ્માર્ટફોન હવે દરેક માટે એક ખાસ જરૂરિયાત બની ગયો છે. સ્માર્ટફોન આજે દરેક માટે અભિન્ન હિસ્સો બની ગયો છે. સ્માર્ટફોન હવેતો ખુબજ સરળતાથી મળી જાય છે. સ્માર્ટફોન લૉન્ચ થયાના થોડા દિવસ બાદ જો તેને ખરીદવામાં આવે તો તેની કિંમતમાં ભારે ઘટાડો થાય છે. અને આ રીતે સ્માર્ટફોનની ખરીદી કરવાથી થોડો ફાયદો પણ થાય છે. ગળાકાપ હરિફાઈના કારણે કંપનીઓએ થોડા સમયમાંજ કિંમત ઘટાડવાની નોબત આવે છે. થોડા સમય પહેલા આવા જ કેટલાક સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થયો છે.

Vivo Y83 તેની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન જૂનમાં 14,990ની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો જેની કિંમત 1000 ઘટતા હાલ આ ફોન 13,990માં મળી રહ્યો છે. આ ફોન 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી સ્ટોરેજની કેપેસિટી ધરાવે છે.

Samsung Galaxy J4 થોડા સમયમાં જ બજેટ સ્માર્ટફોન તરીકે લૉન્ચ થયો હતો. જૂનમાં તેની કિંમત 11,990 હતી હવે તે જ ફોન 10,990માં ખરીદી શકો છો.Vivoએ Vivo v9ની કિંમતમાં 2000નો ઘટાડો કર્યો છે. આ ફોન 22,990ની કિંમતે લૉન્ચ થયો હતો. જુલાઈમાં તેની કિંમતમાં 2,000 ઘટી હતી. હવે ફરીથી તેના ભાવ ઘટતા Vivo v9ને 18,990માં ખરીદી શકો છો.

Nokia 6.1ની કિંમત 1500 ઘટાડવામાં આવી છે. 3જીબી રેમ વાળો ફોન 15,499માં અને 4 જીબી વાળો ફોન 17,499માં મળી રહ્યો છે.