That The Area Where Vikram Lander Landed Was Dangerous : ESA
  • Home
  • Featured
  • યૂરોપિયન સ્પેસ ઈજન્સીએ ચંદ્રયાન-2ને લઈને કર્યો ઘટસ્ફોટ, કહ્યું- વિક્રમ લેન્ડ થયું ત્યાં તો…

યૂરોપિયન સ્પેસ ઈજન્સીએ ચંદ્રયાન-2ને લઈને કર્યો ઘટસ્ફોટ, કહ્યું- વિક્રમ લેન્ડ થયું ત્યાં તો…

 | 2:55 pm IST

ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ઈસરોના પ્લાન પ્રમાણે સોફ્ટ લેન્ડિંગ ના કરી શક્યું અને સ્પેસ એજન્સી સાથે તેનો સંપર્ક તુટી ગયો. જોકે ચંદ્રની ભ્રમણકક્ષમાં ભ્રમણ કરી રહેલા ઓર્બિટરની મદદથી વિક્રમનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું છે. વિક્રમના લેન્ડિંગને લઈને યૂરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ)એ એક મહત્વની જાણકારી આપી છે.

યૂરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે જ્યાં ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર લેન્ડ થયું છે તે જગ્યા ખરેખર ખુબ જ ખતરનાક છે. યૂરોપિયન સ્પેસ એજન્સી તો પોતાનું મિશન પુરૂ કરી શક્યું નથી પણ તૈયારી દરમિયાન બનાવવામાં આવેલા અહેવાલના કારણે અનેક મહત્વની જાણકારીઓ સામે આવી છે.

લટકી પડ્યું હતું ઈએસએ મિશન

લૂનર લેંડર મિશન નામનો પ્રોજેક્ટ ઈએસઈ ફંડની અછતના કારણે અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યો છે. જેને અંતર્ગત 2018માં લેન્ડિંગ થવાનું હતું. મિશનનું પ્લાનિંગ સ્ટેજમાં ચંદ્રના દક્ષિણ  ધ્રુવ પર લેન્ડિંગ સાથે સંકળાયેલા ખતરાને લઈને એક અહેવાલ તૈયાર કર્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ક્ષેત્રની સપાટી પરનું વાતાવરણ ખુબ જ જટિલ છે. તેમાં ચાર્લ્ડ પાર્ટિકલ્સ અને રેડિએશન ચંદ્રની ધૂળમાં ભળે છે. આ પ્રક્રિયાના પરિણામ ‘આશ્ચર્યજનક, ધારણા બહારના અને ખતરનાક હોય છે. 

ચંદ્રની ધૂળ માથાનો દુખાવો

અહેવાલ અનુંસાર ચંદ્રની ધૂળ યાનના સાધનો સાથે ચોંટીને મશીન ખરાબ કરી નાખે છે. માટી સોલાર પેનલ પર પન ચોટી જાય છે અને તમામ એક્વિપમેંટ્સની કાર્યક્ષમતાને ઘટાડી દે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઈલેક્ટ્રોસ્ટેટિક ફોર્સેજ ચંદ્ર પર ધૂળની ડમરીઓ ચડાવે છે જેના કારણે ખતરો વધી જાય છે. આ પાર્ટિકલ્સથી બનતા ઈલેક્ટ્રોસ્ટેટિક ચાર્જના કારણે આગળ આવનારા લેંડર માટે ખતરો ઉભો થાય છે. જોકે ચંદ્રની ધૂળને લઈને વધારે જાણકારી નથી.

ધ્યાનમાં રાખવાની હોય છે આ બાબતો

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, લેન્ડિંગ દરમિયાન લેન્ડરે એવા કોઈ પણ પડછાયા પર નજર રાખવાની હોય છે જેનાથી સોલાર પાવર જનરેશન પર અસર થાય., સાથે જ ઢોળાવ અને મોટા પહાડોને પણ ધ્યાનમાં રાખવા પડે છે જેનાથી લેન્ડરને નુંકશાન થાય છે. ઈએસએ હાલ કેનેડા અને જાપાનની સ્પેસ એજન્સીઓ સાથે મળીને હેરકલ્સ રોબોટિક મિશન તૈયાર કરી રહી છે જેને અંતર્ગત 2020 સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

17 પ્રકારના રિસ્ક

ઈએસએ અહેવાલ ઉપરાંત યૂનિવર્સિટી ઓફ્સ પ્યોર્ટો રીકો-મયાગેજે નાસા સાથે મળીને એક અહેવાલ તૈયાર કર્યો હતો. લૂનર એક્સપ્લરેસન એન્ડ એક્સેસને પોલર રીઝન નામના અહેવાલમાં આ વિસ્તારમાંથી લેન્ડિંગ સાથે સંકળાયેલા ખતરા વિષે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં નાસાના 2024 સુધી ચંદ્ર પર માણસ મોકલવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. નાસાએ કહ્યું હતું કે, તે ચંદ્રયાન-2ના ડેટાનો ઉપયૂગ કરી પોતાનું મિશન ‘આર્ટમીસ’ પ્લાન કરશે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણી ધ્રુવમાં સ્પેસક્રાફ્ટ લેંડ કરાવવામાં 17 પ્રકારના જોખમો રહેલા છે.

આ વીડિયો પણ જુઓ : મોટર વ્હીકલ એક્ટ વિશે અમદાવાદ અને સુરતની જનતાની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન