That's Why China is Doing Negative Planning Against India
  • Home
  • Featured
  • લદ્દાખ, સિક્કીમમાં ભારતને ઘેરવા પાછળ આ છે ખંધા ચીનની નાપાક ચાલ, નેપાળ બન્યું હાથો

લદ્દાખ, સિક્કીમમાં ભારતને ઘેરવા પાછળ આ છે ખંધા ચીનની નાપાક ચાલ, નેપાળ બન્યું હાથો

 | 10:41 pm IST

દુનિયા આખી કોરોના વાયરસનો સામનો કરી રહી છે ત્યારે ચીને ભારતની સરહદે ઉંબાડીયા આદર્યા છે. ભારત પણ તેનો આક્રમક અંદાજમાં જવાબ આપી રહ્યું છે. જોકે સરહદે આક્રમક વલણ અપનાવવા પાછળનું કારણ છે ભારતને લઈ સતાવી રહેલો ડર.

ચીનને ડર કે ભારત જ તે એક એવો દેશ છે જે દક્ષિણ એશિયામાં ચીનની દાદાગીરીનો જવાબ આપી શકે છે. ચીનના બોયકોટ બાદ ભારત જ દુનિયાની મોટી આર્થિક મહાશક્તિ બની શકે છે. માટે જ ચીને ભારતને સીમા વિવાદમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ચાલબાજ ચીનને દુનિયામાં પોતાની જમીન સરકતી જોવા મળી રહી છે અને ચીન જ્યારે દુનિયાના તમામ દેશોને જુએ છે તો તેને ભારતમાં જ તે તમામ ખૂબીઓ દેખાઇ છે, જે તેને આર્થિક અને રણીનીતિક મોરચા પર માત આપીને તેની જગ્યા લઇ શકે છે. જેથી અકળાયેલુ ચીન ભારત સાથે સરહદે શિંગડા ભરાવવામાં લાગી ગયું છે.

તાજેતરમાં જ ચીને લદ્દાખમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો અને ભારતના સૈનિકો પર ખોટા આરોપ લગાવ્યા હતા. હાલ અહીં બંને દેશોના સૈનિક સામ-સામે છે અને પોતાને મજબૂત કરી રહ્યા છે. નેપાળે પણ નવું નકશો જાહેર કરીને ભારતની સાથે સીમા વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ નેપાળની આ હરકતના માસ્ટરમાઇન્ડ ડ્રેગનને જ ગણવામાં આવે છે. આ ઉપરાંત ભારતના ક્ષેત્ર ગિલગિત બાલ્ટિસ્તાન જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કરી દીધો છે, ત્યાં પણ ચીનની કંપનીઓના નિર્માણ કાર્ય તૈયારી કરીને વિવાદ પેદા કરી શકે છે.

નેપાળમાં પણ કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે અને ચીનને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે કેટલો પ્રેમ છે. કહેવામાં આવે છે કે ચીનના કહેવા પર જ નેપાળની બે કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાથ મિલાવ્યો અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીઓની સ્થાપના કરી. આ પાર્ટીએ ચૂંટણી તો જીતી લીધી પરંતુ હવે આ પાર્ટીની અંદર બધુ ઠીક ચાલી રહ્યું નથી અને પાર્ટીમાં નેતૃત્વની લડાઇ પર હાવી થઇ ગઇ છે. તેથી ચીન નેપાળની રાજનિતિમાં દખલ કરી રહી છે. તેથી નેપાળે નવો નકશો જાહેર કરીને ભારતના વિસ્તારોને પોતાનો ગણાવ્યો.

ચીને પોતાના સત્તાવાર નિવેદનમાં આ સમગ્ર વિવાદને નેપાળ અને ભારતનો પરસ્પરનો મુદ્દો ગણાવ્યો છે, પરંતુ સચ્ચાઇ એ છે કે પડદા પર પાછળથી સમગ્ર ખેલ ચીન જ રમી રહ્યું છે ભારતના સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ તેના સંકેત આપી ચૂક્યા છે. તો બીજી બાજુ પાકિસ્તાન સરકાર સાથે મળીને ચીન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ કાવતરા રચી રહ્યું છે. અહીં એક બાંધના નિર્માણ માટે ચીનની એક સરકારી કંપનીએ 442 અરબ રૂપિયાનો કરાર સાઇન કર્યો છે જેના પર ભારતે આકરી ટિપ્પણી વ્યક્ત કરી છે. આમ કરવા પાછળ ભારતની શક્તિશાળી છબી અને આર્થિક તાકાત છે. દક્ષિણ એશિયામાં ભારત જ એક એવો દેશ છે જે ચીનને ભારે પડી શકે છે. માટે જ ચીન ભારત વિરૂદ્ધ આ પ્રકારના ષડયંત્રો રચી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : RBIએ લોનના હફ્તા ચુકવવામાં આપવામાં આવેલી છૂટને ત્રણ માસ માટે લંબાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન